________________
૧૧૪
સતી શિરામણી ચંદનબાળા એ કવિ વચન મુજબ મને તમારું આજનું વર્તમ જણાય છે. હૃદય બરાબર ખોલી નાંખો તો વાત સમજાય. દરદ જાણ્યા વિના ઔષધ કયાંથી શોધાય ?
પંડિતા ! તું કલ્યું છે એવું ગંભીર દરદ નથી, તેમ એવી ખાનગી વાત પણ નથી. મારી નજરે એ નવી છે. એટલે કેવી રીતે એને આરંભ કરવો તેના વિચારમાં હું મૌનપણે ડગ ભરતી હતી. હું ન કહેત તો પણ હારા કાને એ આવ્યા વિના રહેતી નહીં. જો કે હું તો હને એ કહેવા સારૂ તો વિરામાસન પર રોજની માફક ન બેસતાં આ કદલીગૃહ તરફ ખેંચી લાવી છું. - આજે મારા વિવાહ સબંધમાં માતપિતાને વાતો કરતાં અચાનક મેં સાંભળ્યા. આટલા વર્ષમાં કોઈ વાર નહીં ને આજેજ તેમની ખાનગી વાત સાંભળવા હું બાજુના કમરામાં છૂપાઈ રહી.
પિતાશ્રી કહે કે ચંપાતિ જીતશત્રુની છાવણી આપણા નગરની ભાગોળે જ પડી છે. કૌશામ્બીપતિના છેલ્લા અણધાર્યા હુમલામાં રાજવી ફરીથી રાણી વગરના બન્યા છે. જો કે એ બન્યું ત્યારે મહારાજા તો સીમાડાના ભાયાતોને વશ કરવા નીકળ્યા હતા. ચંપાનો એ બનાવ તો પીઠ પાછળના ઘા જેવો હતો. એ હાજર હોય ને કોઈ અન્ય રાજવી જીત મેળવે એ હજુ પર્યત તો બન્યું નથી જ. એ કારણે નામ દધિવાહન હોવા છતાં “છતશત્રુ ” તરીકેની ખ્યાતિ પામ્યા છે. હારી સંમતિ હોય તે આપણું પુત્રીના સગપણની વાત તેમના કાને નાંખવાનું મારું મન છે. રાજ્યના કાર્યોમાં રાણીની જરૂર તો ડગલે ને પગલે પડે. મારા મિત્ર મારફત જાણવામાં આવ્યું છે કે પલ્લાવતીના વિરહ વેળા એ જેમ થેડે સમય સુધી કિંકર્તવ્ય મૂઢ બની ગયા હતા
એમ આ વેળા નથી બન્યા. ઉચિત શેટ પાળી, તરતજ પિતાના દેશમાં પર્યટન કરવા નીકળી પડયા છે અને યોગ્ય રમણી મળે તો એ
સ્વીકારે પણ ખરા જ. પુર્ણ ભાગ્ય હોય તો જ આવો સંબંધ સંધાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com