________________
ઉપવનમાં મેળાપ
૧૧૩
અજબ રીતે થાય છે કે એનામાં સ્નેહના અંકુરને વિકસ્વર થતાં વિલંબ નથી થતો. વર્ષોના વહન સાથે એની શરીરાકૃતિ પણ વિવિધ પલ્ટા લે છે. દેહની એ ખીલવણી જાત જાતની ચંચળતા જન્માવે છે. તમારી સમક્ષ મારે મારું પૂર્વ જીવન કે પ્રેમ વાર્તા વર્ણવવાની ન હોવાથી હું એટલું જ કહું છું કે અન્ય બાબતેમાં ભલે મને તમે ટપી જાવ, પણ આ પ્રીતિના વિષયમાં તો હજુ એકડો ઘુંટતા નવા નિશાળીઆ સમ છો. તમો વૈભવની ટોચે વિરાજતા અભયાકુમારી મારા માલિક છે અને હું સેવા કરવાના નિમિત્તે તમારા સંસર્ગમાં આવેલી એક સામાન્ય દાસી છું. એ વાત સો ટકા સાચી છતાં, મારા અનુભવની સરખામણીમાં તમારું જ્ઞાન તોલામાં રતિભર જેટલું જ ગણાય.
પંડિતા ! હું હને સેવિકા રૂપે લેખતી જ નથી. ત્યારી સાથે મારો વર્તાવ એક અંતરની સખી તુલ્ય છે. ભલે નાથનગરની પ્રજામાં હું વિજ્યસિંહની પુત્રી હોવાથી અભયાસુંદરી કે રાજકુમારી તરીકે લેખાતી હેલું, છતાં હારી આગળતો એકાદી નાની બહેન જ છું. હે કોઈ દિવસ મારા વર્તાવમાં કડકાઈ જોઈ છે? આટલા સમયના સહવાસમાં મેં કોઈ વાર અધિકાર કે રૂવાબ દાખવ્યો છે? ઘણીવાર હું જાતે મારી સાથેના વર્તાવમાં સેવક–માલિક જેવો ભાવ દાખવે છે, બાકી મેં તો પ્રથમ મિલાપથી જ હને મારી અંતરની સખી માની છે એટલું જ નહીં પણ એથી આગળ જઈ ગુરૂસ્થાને બેસાડી છે. મારે કાઈ બહેન છે નહીં એટલે હવે મોટી બહેન માની હારી દોરવણીએ જ મારૂં નાવ હંકારું છું. તો પછી આજે આમ કેમ વર્તે છે? શા સારૂ વાત છુપાવો છો?
જેહ શું બાંધે પ્રીતડીજી, તેહ શું રહે પ્રતિકુળ; મેલ ન ડે મન તજી, એ માયાનું મૂળ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com