________________
પવનમાં મેળાપ
૧૧૧
કુંવરી–મને પણ એ સમજાતું નથી ! રાજ તો અહીં પગ મૂકતાં જ જે આનંદનો ઉદધિ ઊભરાતો એમાંનું આજે કંઈ થતું નથી. જાણે અહીંનું આ ખીલેલું વાતાવરણ મારા અંગમાં દાહ પેદા કરી ન રહ્યું હોય એમ લાગે છે !
પંડિતા, કુંવરીની વાત સાંભળતાં જ પોકારી ઊઠી:–
આ તો આશ્ચર્યની અવધિ ! શું આ વાત અભયાકુંવરી વદી રહ્યા છે? ચંદનને લેપ અવિન પેદા કરે છે' એ કહેવું જ સાચું હોય તે કુંવરબા, તમારું કથન સત્ય મનાય. આવી અસંબંધ વાત કઈ સામાન્ય બુદ્ધિમાનના ગળે ન ઊતરી શકે વાસથી ભરી દેતાં અને દંડકથી પ્રફુલ્લિત બનાવતાં કુસુમે તાપ પેદા કરે ખરા? હરગીજ નહિ. તમારા ઉકળાટનું કારણ મને તો કઈ જુદું જ જણાય છે.
તે પછ કટ બેલી દેને સખી !
આ તો ચોર કોટવાલને દંડે તેવો ઘાટ. મનદુઃખ તમને થાય અને એનું કારણ હું જાણું?
હારી ચતુરાઈ હું ન જાણતી હોઉં ત્યારે ને ! તું તે એકાદ ઈટ ઉપરથી ઇમારત ચણી કહાડે તેવી શક્તિશાળી છે. તો પછી એમ શાને કહેતા નથી કે એ જુદું કારણ તમારે મારે મોઢે બોલાવવું છે?
શા માટે ! બિચારા કુસુમને દોષ દઈ રહ્યાં છે?
યૌવનના આંગણે ઊભેલી તરૂણીને તનમનાટ અનેરે જ હેય છે. એના અંગો પાંગની ખીલવણી રોજબરોજ નો સ્વાંગ સજતી હોય છે. એથી મને પ્રદેશમાં અવનવા ઉલ્લાસ પાંગરતા હોય છે. તરૂલતા પર ફૂટતી નવનવી કુસુમ કળીઓ માફક, એ અવસ્થામાં પગ સંચાર કરતી તરૂણીઓ અવનવી આશાના ઝુલે ખુલતી હોય છે. ભાવિકાળ સંબંધી મનહર સોણલાં સેવતી હોય છે. એના કેન્દ્રસ્થાને સમાન
કક્ષાના સાથીદારની શોધ હોય છે. ચક્ષુઓ એ પાછળ ભમતી જ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com