________________
ઉપવનમાં મેળાપ
૧૧૭
વાડ, હારી એ વાત કબૂલ રાખીએ તો પણ જેને હાથ પકડો હોય એને એક વાર નજરે જોવો તો જોઈએ ને? નહીં તે પાણી 'પીધા પછી ઘર પૂછવા જેવું કે હજામત કરાવ્યા પછી વાર જાણવા જેવું હાસ્યાસ્પદ આચરણ કરવાનો અર્થ શો ?
હાં, ત્યારે એમ ચેખું કહી દે કે નૃપ જીતશત્રુના દર્શન કરવા જ છે. એમાં કાંઈ ભારી હિકમત અજમાવવાની અગત્ય નથી.
સાંભળે, એ રાજવી, અહર્નિશ આ તરફ સંધ્યાકાળે પિતાના સલાહકારો સાથે ફરવા આવે છે. પેલા સામેના કુવારાની પાછળના લતાજમાં એ મંડળી ગોઠવાય છે. લગભગ ઘટિકા ઉપરાંતને કાળ ત્ય વાર્તાલાપમાં વ્યતીત થાય છે. આપણે રોજના સમય કરતાં અર્ધી ઘટિકા મોડું કરીએ તે પાછા ફરતાં એમને જોવાની તક સાંપડે.
સખી ! તે આજે એમ જ કરીશું. અંતરને ઉકળાટ એ વિના - શમવાનો નથી.
જેવી કુંવરીબાની આજ્ઞા. પંડિતાની ફરજ તે એ ઝીલવાની જ ગણાય.
અંહ, પણ ધારો કે તમે રાણી પદે ગેહવાયા તે પછી મારા જેવીને યાદ કરવાના કે સાવ ભૂલી જવાના?
યાદ કરવાની અગત્ય ન રહે, એ સારું હું તે ને સાથે જ તેડી જવાની. હારા વિના મને પળવાર પણ ચેન ન પડે. દેહની છાયા. ઓછી જ જુદી રહે. આપણે સ્નેહ પણ એવો જ સમજ.
વાત તો ખુશી થવા જેવી છે. પણ બોલ્યું પાળે ત્યારે સાચું. અરે ! વિશ્વાસ ન પડતો હોય તે વચન આપું. ત્યાં તો પંડિતા બોલી ઉઠી–
કુંવરી ! તમારે સિતારે જરૂર ચમકે છે. જુવે, જુ, વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com