________________
.૪૬
સતી શિમણું ચંદનબાળા તો તે ભાભી! તું પણ પાકી વાણિયણ લેખાય.
બાકી પદ્માવતી જેવાં સ્ત્રી રો એાછાં જ હાલતાં ચાલતાં હાથ આવે. ઉચ્ચ સંસ્કૃતિમાં માતાપિતાના સંસ્કાર નિમિત્ત ભૂત છે પણ એ ઉપરાંત પૂર્વના ભાગ્યની રેખા ઝળકતી હોવી જોઈએ.
એવી કોઈ રમણી મળે તેજ ભૂપતિનું દુઃખ ભાંગે. કુંવરીબા, મને આ કાર્યમાં મદદ ને કરે ?
અરે, કહે તે સાથે આવું અને માગો તેવી સહાય કરું. બાકી ચંપા પાછા ફરો ત્યારે મને ખબર જરૂર આપજે. પદ્માવતીને જોઈ નથી, પણ દધિવાહન નરેશને એક વાર નજરે જેવાને અબળખો છે.
તે તે બહેન ! મારા ઉપર મોટો ઉપકાર. અમારા આંગણે તમ સરખાનાં પગલાં થાય એ તો અહોભાગ્ય ગણાય. હવે મને બીજી મદદની જરૂર પણ નથી. મારા મનમાં કુવાકાંઠાના બનાવથી સહજ વિચાર ઉદ્ભવ્યો હતો કે એક વાર તમે ભૂપની નજરે ચઢે, કિંવા એ . તમારી દૃષ્ટિએ પડે એવો પ્રસંગ ગોઠવવો. પણ તમારા બાપુ અમારે ત્યાં તમને મોકલશે ખરા ?
શા સારૂ ન મેકલે? તમારું ઘર પારકું ક્યાં છે? કદાચ એ ના પાડે તે પણ ક્ષત્રિય લલના બંધનને ગણકારે ખરી? મેં ધરથી જ કહ્યું છે કે સ્વતંત્રતા એ તો અમારો ધાવણમાં પવાય છે. નિડરતા એ તે અમારે વારસાગત ધર્મ
કુંવરીબા ! તે હું પણ હિંમત ધરી કહું છું કે મારી શોધમાં - તમેજ પ્રથમ નંબરે છે. દધિવાહનને તમારા જેવી સહચરીની જરૂર ગણાય. પદ્યાના બનાવથી જે ગમગીનીએ તેમના મગજને કબજે લીધો છે એ તમારા સરખી દક્ષ દયિતાનાગ વિના હઠે તેમ નથી.
ભાભી, તમે પણ મશ્કરીની હદ ઓળંગે છે ! કયાં અંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com