________________
રમણ તે એ જ બાવીશ તેમના સરખા જ જ્ઞાનવાન અને પ્રભાવશાળી સર્વજ્ઞો થયા છે. એમાં પ્રથમનો અંક પ્રાપ્ત કરનાર શ્રી આદિનાથ યુગલિક કાળની સમાપ્તિ વેળા થયેલ. એમણેજ જનતાને સંસારમાં ઉપયોગી સર્વ વ્યવહારનું ભાન કરાવ્યું. એમનું જન્મ સ્થાન અધ્યા નગરીમાં. વર્ષોના અસંખ્યાતા થાકડાઓ એ વાતને વીતી ગયા. એ પછી જે બારમા તીર્થંકર તરિકે ઓળખાય છે એ રાજવી વસુપૂજ્યના નંદન શ્રી વાસુપૂજ્ય નામે આ નગરીમાં જ થયા. જમ્યા-મોટા થયા. રાજ્ય ભોગવ્યું. પાછળથી દીક્ષા લીધી. અને કૈવલ્ય મેળવ્યું.. આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિ પણ પામ્યા. એ સર્વ અહીં જ બનેલું. એ વાતની સ્મૃતિમાં આ પ્રાસાદની સ્થાપના. દરેક તીર્થકર દેશ કાળ પ્રતિ નજર રાખી પિતાની ઉપદેશ પદ્ધતિ નક્કી કરે છે; છતાં સર્વજ્ઞ હેવાથી દરેકના કહેવામાં સરખાઈ જ હેય છે. લક્ષ્ય બિંદુ એક જ. કષાયો ઉપર વિજય મેળવે, કર્મોને જડમૂળથી નાશ કરે અને આત્માના મૂળ ગુણે-જ્ઞાન, દર્શન અને ચારિત્ર નિર્મળ બનાવો. આપણે ચોવીશ અવતાર માનીએ છીએ તેમ જેને ચોવીશ તીર્થકર માને છે. જો કે માન્યતાને અંક સરખો છતાં એમાં તરતમતાઓ તો ઘણું ઘણું છે. હજુ ચોવીસમા તીર્થંકર થવાના બાકી છે.
અરે પણ વાતના વર્ણનમાં ક્યાં પહોંચી ગયો? કહેવાને મુદો તો એ હતો કે શ્રી વાસુપૂજ્ય તીર્થપતિ થયાને વર્ષોનાં વહાણાં વાયા છતાં, સ્મૃતિ ચિન્ડ સરખો પ્રાસાદ તો હજુ ઉભો છે. કાળ ચક્રના ઘસારામાં અને પરિવર્તનેમાં આ નગર સાથે એ પણ પસાર થયો છે. દધિવાહન ભૂપ વારસામાં મળેલી ભક્તિ એ પ્રતિ દાખવતે; પણ પદ્માવતીને પરણે આવ્યા પછી તે એમાં સારા પ્રમાણમાં ઉમેરે થયો છે. ચેટકરાજની તનયાના સંસ્કારે એ ઉપર સજજડ છાપ મારી છે. તેમનું જીવન ધર્માત્મા તરીકે વિશેષ ઉજવળ બન્યું છે. રાજવીએ પ્રજા પાલનમાં અને જન કલ્યાણમાં જે ઉત્સુકતા દાખવી છે અને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com