________________
૧૨
સતી શિરોમણી ચંદનબાળા મનુષ્યો એની આસપાસ ફરી વળ્યા. તેણીના દેખાવ સંબંધી કે ચહેરાની રમ્યતા વિષે અથવા તે ગુલામ તરીકે એ કેવા પ્રકારનું કામ આપી શકશે અગર તો એ કયા ક્યા ઉપયોગમાં આવી શકશે તે સંબંધી મનમાનતા અભિપ્રાયો પ્રગટ કરવા લાગ્યા. બીડની શરૂઆત તે જેરપૂર્વક થઈ અને આંક જોતજોતામાં સૈકા વટાવી હજાર ઉપર પહોંચ્યો. લીલામ કરનાર નાયક સામે જોયું. પણ માથું હલાવી નકાર ભયો.
ટોળું એસરવા માંડ્યું. સામાન્ય નોકરડી તરીકે લઈ જવાની ધારણાવાળા બીજી તરફ કદમ ભરવા લાગ્યા. સંસારી ઈચ્છાઓને માણવાના કોડ સેવતા રસિકે પણ આંક શતકને વટાવતે નિહાળી મોં મચકોડતાં વજે માપવા લાગ્યા. કેક ટીકા પણ કરતાં કે દશ હજાર સેનયા ! અરે પાંચ હજારમાં તો દાડમકળી જેવી, રંભાને શરમાવે તેવી, કયાં નથી મળતી ! આમ છતાં ધંધાદારી જારવનિતાએ તો વધુ નજીક આવી. વસુમતીના ગાત્રોને ધ્યાનપૂર્વક નિરખી, મનમાં કંઈ કંઈ ગણત્રીઓ મૂકી, બીડને આગળ ધપાવતી હતી. ઉછામણીનું જે તેમની હરિફાઈને આભારી હતું. સૌ કોઈને સ્પષ્ટ દેખાતું કે આ કમનીય બાળા જરૂર કુટણખાનામાં જવાની.
નીચી મૂંડીએ ઊભેલી વસુમતી પણ એ વાત સારી રીતે સમજી ગઈ હતી. પિતાની આસપાસ ભજવાઈ રહેલા નાટકને એ મૂકપણે નિહાળી રહી હતી. કર્મો કેવા નાચ નચવે છે એ જાતે અનુભવી રહી હતી. રાજમહાલયમાં ઊછરનાર અને સખીઓની ક્રીડામાં મોખરે રહેનાર પતે આજે કેવી ખતરનાક દશામાં મૂકાઈ છે એ જોતાં હદય તૂટતું; પણ ઈલાજ નહતો. ભગવાન પર ભરોસો રાખી ધીરજથી એ સહી રહી હતી. સારી રીતે મનને મનાવતી કે જે કંઈ બની રહ્યું છે એમાં આ સર્વ તે નિમિત્ત માત્ર છે. બાકી તે મારા પૂર્વ જન્મની કરણના વિપાક હું લણ રહી છું. હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી ભૂપાલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com