________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૭
પુત્રી ! હારું દિલ દુભવી મને વધુ જાણવાની જરાપણ ઈચ્છા નથી. હારા જેવી શાણી બાળાના પિતા બનવામાં મને કુદરતનો સંકેત જણાય છે. એક તો સર્વ પ્રકારની રિદ્ધિસિદ્ધિમાં જે એક ઊણપસંતાનના અભાવની હતી તે આજે દૂર થઈ છે અને વધારામાં એક બાળાને જીવન દીપક અકાળે હોલવાઈ જાત, તે ન બનવા પામ્યુ: એને આનંદ છે. હારી મીઠી–શેરડીના રસ જેવી કે બાવના ચંદનના લેપ જેવી ઠંડકકારી-વાણું શ્રવણ કરતાં મને જે આહાદ ઉભો છે એ કહો જાય તેમ નથી. હારૂં મૂળ નામ વસુમતી ભલે હોય પણ હું તો હને ચંદના” જ કહીશ.
સૂરજ મધ્યાન્હ પહોંચવા આવ્યું છે એટલે ચાલ દીકરી ! જલ્દી ઘર ભેગા થઈએ.
ઉભય નગરીના માર્ગે વટાવતાં થોડા સમયમાં પોતાના આવાસમાં આવી પહોંચ્યા.
કુલીન વંશપરંપરામાં ઊતરી આવેલ આ ધનાવહ શેઠને ત્યાં લક્ષ્મીદેવીની પૂર્ણ મહેરબાની પ્રવર્તતી હતી. માર્ગાનુસારીના ગુણેને વળગી, એને ચીવટાઈપૂર્વક અમલ કરનાર શેઠના પૂર્વજોની છાપ કૌશામ્બીમાં સારી હોવાથી લેવડદેવડના વ્યવસાયમાં શેઠને ઓછા પરિશ્રમે સારે લાભ રહેતો. વડવાઓની માફક તેમની પ્રમાણિતા માટે પણ બે મત જેવું નહોતું. ઘરમાં ગાડી ઘેડા અને દાસદાસી હોવા છતાં, શેઠ જાતમહેનતમાં માનતા હોવાથી પરિશ્રમ કરવામાં પીછેહઠ ન કરતા. ખાસ દૂર જવું હોય તે જ વાહનને ઉપયોગ કરતા. નાકર-ચાકર અને મૂંગા પ્રાણ પ્રત્યેને વર્તાવ પ્રશંસા પાત્ર હતો.
શાંતજીવન, ધર્મનિષ્ઠા અને પરોપકાર વૃત્તિરૂપ ગુણ ત્રિવેણીમાં સ્નાન કરતાં શેઠ શેઠાણીએ લગભગ યુવાવસ્થા વટાવી પ્રોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com