________________
૧૦૬
સતી શિરામણું ચંદનબાળા જાતનો સંકેચ સેવ્યા વિના વર્તે એમ વર્તજે. ને કહેવામાં વાધે નહોય આ કેમ બનવા પામ્યું તે વૃત્તાન્ત મને ટૂંકમાં કહી સંભળાવ.
પિતાશ્રી ! નાયકના રાજ્યકન્યા શબ્દથી જ આપ અનુમાની શક્યા હશો કે હું કઈ ખાનદાન કુળની બાલિકા છું. કેટલાંક કારણ સર મારા માતા પિતાનાં નામોલ્લેખ કરવાનો મારી મરજી નથી. એમ કરવામાં આપને અણુવિશ્વાસ છે એમ નહીં, પણ એ પાછળ બીજું કારણ છે. નાયકના હાથમાં અમો મા દીકરી સપડાયા. મારી માતાને જ્યાં એણે અણઘટતી માંગણદ્વારા પોતાની પત્નિ બનાવવાની વાત કરી કે તરત જ એ સામે તિરસ્કાર દાખવતાં એણે આપઘાત કર્યો. હું ઘડીભર આભી બની ગઈ. એણે લીધેલા માર્ગે જવામાં મને વિલંબ થાય તેમ નહોતું. ગળથુથીમાંથી જ નારી જીવનની પવિત્રતાને કીંમતી ગણવાના પાઠ મને મળ્યા છે. શિયળવત કરતાં કોઈ મેટે. ધર્મ સ્ત્રી જાતિ માટે નથી એ મારા હદયમાં લેખંડના ટાંકણે કોતરાયેલ છે, એટલે એના રક્ષણકાળે જીવનને ફના કરતાં પાછી પાની કરું કે ભીરુતા દાખવું એમ હતું જ નહીં. મારા અંબાડામાં તીવ્ર અસરકારક સેમલ ગુટિકા હતી. પણ ગમે તે કારણે માતાના મૃત્યુથી. નાયકને આ વેગ એાસરી ગયો. મને પુત્રી તરીકે લેખી, કોઈ
ગ્યના હાથમાં સેપવાની વાત એણે ઊચ્ચારી. “જીવતો નર ભદ્રા પામે' એ નીતિકારના વચનને ધ્યાનમાં રાખી મેં આપઘાત ન કરતાં તેની વાત પર વજન મૂકી અહીં આવવાનું અને લીલામના સ્થળે ઊભવાનું મૌનપણે સ્વીકાર્યું. તમારા સરખા ભદ્ર પુરૂષના સમામને મારા જીવનની હોળી થતી બચી ગઈ
વડિલશ્રી ! મારા જીવનની આ ટૂંકી કહાણ આપશ્રીને સંતોષ આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com