________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૫
દશ હજાર એાછા ? મારું વેણ ન ફરે. બેલ શેઠ તમે શું કહે છે. પસીનાથી અને પરિશ્રમથી હું હવે થાક્યો છું. મારે જલ્દી સેદો પતાવવો જોઈએ.
મારે કહેવાનું કંઈજ નથી. ત્યાર લીલામકારને પૂછ એટલે સમજશે. એક વચનીના બોલને અવગણવાનું કામ અમ શાહ સોદાગરનું ન હોય. આવી કુલીન બાળાના મૂલ્યાંકન કરાય જ નહીં.
લીલામકારે નાયકને હૂંડી બતાવી. પેલી ડેકરી નાયકનો હાથ પકડી તાનો હક્ક કબૂલવા આગ્રહ કરી રહી. લાખ સોનિયા આપવા તૈયાર થઈ.
હવે નહીં બનેદે થઈ ગયો છે એમ કહી, વસુમતી તરફ વળી નાયક બોલ્ય.
હારી માતાના મરણ વેળાના મારાં વેણ યાદ કર. ભરોસો રાખી, દીકરી ! આ શેઠની જોડે જા.
ધનાવહ શેઠ આગળ અને વસુમતી પાછળ મૂકપણે ચાલતાં ચાલતાં કૌશામ્બીના પ્રવેશ દ્વાર સમીપ આવી પહોંચ્યા. બાળાને આટલો માર્ગ કાપતાં થાક લાગ્યો હશે એમ વિચારી, સમીપના એક પાકી બાંધણીના વિશ્રામ સ્થાન આગળ થોભ્યા. સ્થાન રમણિય હતું અને જુદા જુદા વૃક્ષો પાછળના ભાગમાં લેવાથી સારા પ્રમાણમાં એની છાયા એ ઉપર વિસ્તરેલી હતી એટલે ઠંડક પણ ઓછી નહોતી.
બાળા, આપણે જરા અહીં વિશ્રામ લઈ નગરમાં પ્રવેશ કરીએ. હવે કંઈ ઝાઝું ચાલવું પડે તેમ નથી.
એમ કહી ધનાવહશે પિછેડીથી ચોતરાની બેઠક સાફ કરી એક બાજુ બેઠક લીધી અને બોલ્યા
બાળા, અહીં બાજુમાં બેસ. આજથી તું મને હારા પિતાને સ્થાને જ લેખજે અને એક દીકરી પિતાના પિતાની સાથે કંઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com