________________
૧૦૮ *
સતી શિરામણ ચંદનબાળા પ્રાંગણમાં પગ મૂકયો હતો. સર્વ પ્રકારની સાહેબીમાં જે કંઈ પણ ઊણપ દૃષ્ટિગોચર થતી હોય તો માત્ર સંતાનની હતી.
નિગ્રંથ ધર્મના ઉપાસક અને પર્વતિથિના વ્રત–નિયમમાં દઢ શ્રદ્ધાવંત શેઠ એ માટે પોતાના પૂર્વભવના કર્મને કારણભૂત લેખી મનમાં એાછું આણુતા નહિ; પણ મૂળાશેઠાણી સ્ત્રી જાતિ સુલભ ચંચળતાવાળા હેવાથી કર્મમાં માનતા છતાં, પોતાના ખોળામાં બાળક રમત ન થવા બદલ દુઃખ ધરતા. એ વિચારથી ઘણીવાર ઉદ્વિગ્ન થતા. પિયરમાં લાડકોડથી ઉછરેલા મૂળા શેઠાણીમાં રિસાળ વૃત્તિ અને વહેમીપણું મૂળથીજ હતું. વળી અસૂયા જેવો અવગુણ પણ ઘર કરી ગયો હતો. કેઈક વાર આ દુર્ગુણોના વંટોળમાં ચઢી, સંતાન સુખના અભાવથી એટલી હદે દુઃખી બની જતાં કે ઘરના શાંત વાતાવરણમાં ખળભળાટ મચી જતો. પ્રકૃતિના પારખુ એવા શેઠ ધીરજ રાખી, પૂર્વકાળના ઉદાહરણ ટાંકી કમેં સર્જવેલ આ કાર્ય શાંતિથી સહન કરવું એજ સમજુ પુરૂષોનો ધર્મ છે એમ ગળે ઊતારતા અને પુનઃ શાંતિ પાથરતા. શેઠાણની આવી વિલક્ષણ પ્રકૃતિ સૌ નેકરચાકરના ધ્યાનમાં લેવાથી એમના હુકમ સામે કોઈ કાંઈ જ અવાજ કહાડતું નહિ. મૂળાશેઠાણને જેમ ચતું તેમ થતું.
આમ છતાં સમાજમાં અને વ્યવહારી તરીકેના વટવહેવારમાં આ ઘરનો મોભે જરા પણ ઊતરતો નહોતો. ધનાવહ શેઠની પ્રતિષ્ઠા તો સારાયે નગરમાં વંશ ઉતાર ચાલી આવી હતી તેવીને તેવી જ જળવાઈ રહી હતી.
નીતિકાર કહે છે કે જે ઘરમાં મેલાંઘેલાં અંગે પાંગવાળાં અને કાલુઘેલું બોલનારાં બાળકે મસ્તી કરતાં દેખાતાં નથી એ ઘરને અરયની ઉપમા જ ઘટે છે. નારીના ખોળાની શોભા એમાં રમતાં ધાવણ બાળકથી અંકાય છે અને વંશની શોભા ભાવિ વારસના પરજ અવ
લંબે છે. વંધ્યા સ્ત્રીને અવતાર નિષ્ફળ જ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com