________________
પ્રકરણ ૧૦ મું શું ધારિણી ચાલી ગઈ !
મને અજાયબી તો એ થાય છે કે મારા હાથે વારંવાર પરાભવ પામનાર કૌશામ્બીપતિ આમ એકાએક છાપો મારી ગયો અને તમો બધા સૂતા રહ્યા! એની એ હિંમત સંભવતી નથી. વળી તમે જાણીને બેદરકાર રહે એમ પણું માની શકાય તેવું નથી. એ પાછળ જરૂર કંઈ ભેદ છે.
મહારાજ આપશ્રીને જેમાં ભેદની ગંધ આવે છે તે વાત અમોને પણ ઓછી ગૂંચવી સ્થી રહી. ચંપાનગરી કંઈ સાવ સાધન કે સૈન્ય વિણી નહોતી. શત્રુની હીલચાલ રાત્રિના અંધકારમાં એટલી ગુપ્ત રીતે થઈ છે કે ભલભલા મહારથીને પણ આશ્ચર્ય પેદા થાય. આ તે રામના વનવાસ પ્રસંગની સ્મૃતિ કરાવે છે. આગલી સાંજે અયોધ્યાની પ્રજા સારી રીતે જાણી ચૂકી હતી કે આવતી કાલે શ્રીરામનો રાજ્યાભિષેક થવાને છે. પણ બીજી સવારે નિદ્રામાંથી જાગતાં જ કોઈ જુદું જ દશ્ય નિહાળ્યું. શ્રીરામ તો સતી સીતા અને અનુજ બંધુ લમણ સાથે વનવાસ સીધાવી રહા હતા. અમે રાત્રિના છૂટા પડ્યા ત્યાં લગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com