________________
૮૮
સતી શિરોમણું ચંદનબાળા શત્રુની હીલચાલને રવ સરખો સંભળાયો નહોતો. સવારે તો ધામધૂમ પૂર્વક રાણીછ–વસુમતી આદિ સ્ત્રીમંડળ ઉદ્યાનમાં શ્રી વાસુપૂજ્યસ્વામિના ચિત્રમાં મહોત્સવ ઉજવવાનું હતું. પણ આંખ ખુલતાં જ મહાલયમાં રાણુ કે કુંવરી કઈ નથી એવા સમાચાર મળ્યા. રાજગઢી તરફ પગલાં પાડ્યાં તે જાણવામાં આવ્યું કે નિશાકાળની ગણત્રીની ઘટિકાઓમાં ગ્રીષ્મ નિવાસમાં જબરી ઊથલપાથલ મચી ગઈ છે. દરમિઆન સેનાપતિએ સામનો કરવાને ઉચિત પ્રબંધ પણ કરી લીધેલો. પણ એ પૂર્વે તે છાપો મારનાર પલાયન કરી ગયા હતા. સામી છાતીએ લડનાર કેાઈ દ્ધો દષ્ટિાયર ન થે. સંરક્ષક ટુકડીએ પડકાર ઝીલવામાં કચાશ નહોતી રાખી, પણ આ નિશાચરને ઈરાદે ખાંડાના દાવ ખેલવાને કે પરાક્રમ ફોરવવાને નહિ પણ લૂંટ અને ઉઠાવગિરિને જ જણાયો. ભાંગફોડ, લૂંટ અને રાણીજી તથા કુંવરીનું હરણ એ વાતના જીવંત પુરાવા છે. એ લેકેની પૂઠ પકડતાં અને પગલાં જોતાં ખાતરી તો પાકી છે કે આ કામ કૌશામ્બીના સિનિનું જ હતું.
પ્રધાનજી ! તે આમ કરી શતાનિકે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે.
ના,ના, મહારાજ! એમ અનુમાનવામાં પણ ઉતાવળ જેવું કહેવાય.
યશપાળ ! તમો આમ કયા આધારે કહે છે ? અંતઃપુર પરનો હુમલો સામાન્ય ક્ષત્રિય પણ ન સાખી શકે તે હું જીતશ... '
મહારાજ! મારા ચરપુરુષ મારફતે જાણવા મળ્યું છે કે રાજવી શતાનિક તે આમાં હાયારૂપ બનેલ છે. ચંપા પર સસ્તા વિજયની મધલાળ આપનાર એને એક નાયક મળ્યો. એનાથી હા પડાઈ ગઈ. બાકી નાયકના હાથમાં જે છૂપી રમત રમાઈ રહી હતી એથી એ તદ્ધ અજાણ હતો. મારા સ્વરપક્ષના સંબંધથી મને જે જાણુવા મળ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com