________________
સતી શિરોમણી ચંદનબાળા રહી સહી એ વટ–એ આબરૂ-કૌશામ્બીપતિ ન ગુમાવે એવી અંતરની કામના હોવાથી મને પ્રધાનજીએ આપની પાસે મોકલ્યો છે.
રાજાધિરાજ ! આટલું કહ્યા પછી હું મૌનપણે અધિકારી વર્ગના ચહેરા તરફ મારી આંખ ફેરવી રહ્યો. સર્વના હેડાં મને ઢીલાં પડી ગયેલાં જણાયાં. મને એ ઉપરથી લાગ્યું કે તેઓને અંધારામાં રાખી આ તરકીબ રાજવીએ પિતે ગોઠવેલી છે.
ત્યાં તો ખુદ રાજવીએ મેં ખોલ્યું અને જે વાત રજુ કરી એ સાંભળતાં મારૂં અનુમાન સાચું હતું એમ પુરવાર થાય છે. કૌશામ્બી પતિએ કહ્યું કે
દૂત નંદન! સૌ પ્રથમ મારે કબૂલવું જોઈએ કે અહીં બેઠેલાં મારા એક પણ અધિકારીને આ કાર્યમાં હાથ નથી. અરે એમની સલાહ સરખી પૂછવામાં આવી નથી. સાથે સાથે એ પણ તે જાણી લે કે, મારી ઈચ્છા યુદ્ધ કરી નકામો રક્તપાત કરવાની નથી, અને કુદરતે સાધેલા સંબંધને તેડી એને વિકૃત કરવાનું મારું મન પણ નથી જ.
અંતઃપુરના હુમલાથી હું સાવ અજાણું છું. જે નાયકની સલાહથી હું ચંપા ઉપર વિજય મેળવવાની લાલચમાં ફસાયે એણે મને પણ કેટલીક વાતથી અંધારામાં રાખ્યો છે. તારી વાત પરથી સ્પષ્ટ જણાય છે કે એની મુરાદ કેબી હિસાબે રાણજીને ઉપાડી જવાની હોવી જોઈએ અને એ એણે આ રીતે બર પણ આણી છે. મને વિજયની લાલચે ભેળવી એણે એ કાર્યમાં જરાપણ નડતર ન થાય એ અર્થે મારી સિનિક ટુકડીઓને સહકાર મેળવ્યો છે. મૃગાવતી જેવી સતી રમણ મારા અંતઃપુરમાં છે એ મારૂં જેવું તેવું સૌભાગ્ય નથી. પ્રજાની વહુ-દીકરી જ્યાં મારા મનથી પિતાની પુત્રી સરખી છે ત્યાં પર રાજ્યની રમણી પ્રત્યે મારી નજર બગડે એ શક્ય જ નથી. કોઈ માને પણ નહીં અને એમાં પણ પદ્માવતીની શોકય પર! એ આકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com