________________
૯૬
સતી શિરામણ ચંદનબાળા હં, એવી કુશંકાઓ ધરવાનું કામ વણિક વર્ગની નારીઓને માટે ભલે અનામત રહે. આ જાતના વહેમ એ તો એક પ્રકારની નબળાઈ સૂચક છે. ક્ષત્રિયાણીના અંતરમાં એનો કણ સરખો ન સંભવે. તું બે ફિકર રહે, હું જલ્દી પાછો ફરીશ.
આજે એ દિનની વાત પાછળનું તથ્ય સમજાય છે. અમારી એ છેલ્લી મુલાકાત જ નીવડીને ! ધારિણી તો ગઈ જ ને! એનું મૃત્યુ તે શરી ક્ષત્રિયાણીને છાજે તેવું. મારી દશા તે પાછી ફરીવાર એકલવાયી બની ગઈ. હા, દેવ! તે આ શું કરી નાંખ્યું ! અરે વિધાતા ! મારા સિવાય હવે કોઈ અન્ય પાત્ર જડતું નથી
હજુ એક પ્રાણ વલ્લભાને પત્તો મળતો નથી. એ જીવતી છે કે પરલેક પ્રયાણ કરી ગઈ એના કંઈ સમાચાર સાંપડતા નથી. ત્યાં ગભરૂ બાળા વસુમતીના અપહરણના ઘા !
પુરોહિત–રાજન ! રાણીમાતાની અમર પ્રેરણું શું આપ આટલી જલ્દીથી ભૂલી જવા માંગો છો? કર્મરાજે કેને કાને નચાવ્યા નથી !
જ્યાં એના વિલક્ષણ સપાટામાં ભલ ભલા શંભુ, સ્વયંભુ અને હરિ વા ઇંદ્ર જેવા બત્રીસ લક્ષણાઓ આવ્યા છે ત્યાં આપ જેવાને આ. જાતની નાશીપાથી શોભતી નથી. ધારિણી રાણીનું નામ તો સાહિત્યના પાને અમર બન્યું. એથી હજારો રમણુઓને તાકાત ફોરવવાની અજબ પ્રેરણા મળવાની. એ નામ તે સતીઓની હારમાળા માં શોભવાનું. જે જીવતા છે એને કોઈને કોઈ દિ અવશ્ય મેળાપ થશે જ. મારૂં જ્યોતિષ કડીબંધ ખરું પડતું આવે છે. એ દિનની વાત આપ જ વિચારી જુ. આ શોકના ટાણે એનું પુનરાવર્તન ઇષ્ટ નથી એટલે એટલું જ કહું છું કે ક્ષાત્રવટને શોભે એવી રીતે ભૂતકાળને ભૂલી, વર્તમાનમાં વર્તો.
સાચું છે તમારું વક્તવ્ય ભૂદેવ ! આ વેળા હું કંઇ વિરહના નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com