________________
લીલામના બજારમાં વસુમતી
વર કરી ત્રણ કુળની કીતિ અજવાળી. મારું જીવન તો ત્રિશંકુની દશામાં આવી પડ્યું. નીરાત–તોરાત ભ્રષ્ટ જેવી ગતિ થઈ. અર્ધા - ગના મળી નહીં અને નાયકનો અધિકાર હતું તે પણ ગયો. ધારિ
ના મૃત્યુ પાછળનો સારેયે વૃત્તાંત જાહેર થઈ ગયો હશે. મારા માટે કાશામ્બી અને ચંપા સંસ્થાઓનાં દ્વાર વસાઈ ગયાં. હવે તો આ ધરતીને રામરામ કરી કોઈ અગમ ભેમ પ્રતિ પગલાં સત્વર ભરવાં રહ્યાં. નાયકનો સ્વાંગ ઉતારી નાંખી, જીવન રક્ષાર્થે કેાઈ બાવાજોગીના વાઘા ધારણ કરવા રહ્યા.
જીવડા જલ્દી નિશ્ચય ઉપર આવી જા. વાપિકા પર સ્નાનશુદ્ધિના નિમિત્તે ગયેલી વસુમતી પાછી ફરે તે પૂર્વે માર્ગ નિરધારી લે. પુત્રી તરિકે આશ્વાસન આપ્યું છે તો હવે એ ધર્મ બરાબર બજાવ. કોઈ એવા ગૃહસ્થના હાથમાં સોંપવી કે જેથી માતાના ચહેરાને અનુરૂપ ઊતરેલી એ બાળા પવિત્ર પણે જીવી શકે.
સામાન્ય મૂલ્યને ખરીદનાર હાલતા ચાલતા મળે પણ લાખ સેનૈયા આપનાર થોડા ! પારખ કરીને લેનાર કિંવા કરુણા ભાવનાથી ઊભરાઈ જનાર-વ્યક્તિ જ એ દામ આપશે. ભાવિ જીવનમાં એ રકમથી મને સધિયારે મળશે અને હેતુ બર આવશે.
ત્યાં જળ ભરેલા કુંભ સહિત આવતી વસુમતી દેખાણી. માતાના આપઘાતથી જે દુ:ખ લાગ્યું હતું તે ચહેરે જોતાં જ દીસી આવતું. એમાં છેલ્લા ત્રણ દિવસમાં માર્ગ કાપવાની હાડમારીઓ ઓછી નહોતી અનુભવી, રાજ મહાલયમાં ઉછરેલી બાળાને આ અનુભવ તન નો હતો. નાયકના દર્યા એને ચાલ્યા વિના અને ગાઢ જંગલમાંથી બહાર નિકળ્યા વિના છૂટકેજ ન હતા. વયમાં પાકટ ન ગણાય છતાં બુદ્ધિમાં વસુમતી એની ઉમરની બાળાઓને ટપી જાય તેવી હતી. ખમીર તો માતાપિતાનું વારસામાં ઊતરી આવ્યું હતું. સાચે જ અદ્ભુત બાળા હતી. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com