________________
૯૪
સતી શિરોમણી ચંદનબાળા
વળી ઉમેર્યું કે મારા ચર મારફત તપાસ કરાવતાં જે જે આદમીઓ શંકા પડતા જણાયા તેમના ઘરની જડતી લેવામાં આવતાં એક કરણસિંહ નામે દ્વારપાળના ઘરમાંથી જે પત્રો મળ્યા એ ઉપરથી વાતનું એકઠું બરાબર બેસે છે. ચંપામાં કોઈ ફૂટેલ આદમી ન હોય તે અહીંની રજે રજ બાતમી કૌશામ્બી જવાનો સંભવ ઓછો ગણાય. છાપ મારનારે બધી ગણત્રીથી કામ લીધું છે અને નહીં જેવા સામનાઓ ઈસિત કાર્ય પાર પાડયું એ પેલી બાતમીના આધારે જ.
પત્રને કબજે લઈ, એ કરણસિંહને દબાવતાં જ એણે બધું સાચે સાચું કહી દીધું છે. નાયક એનો મામો થાય છે. અહીંથી બાતમી આપવાનું કાર્ય એ જ કરતો હતો. પિતાને પાળી પિષી મેટે કરનાર આ મામાના આભાર હેઠળ આવવાથી એને આ કાર્ય કરવાની ફરજ પડી હતી. રાણીજીના અહીં આવ્યા પછી એકવાર પેલો નાયક પી રીતે આવી તેમને જોઈ ગયો હતો. '
તો તો એમ જ કહોને કે બાળપણના પરાક્રમે રાણીજીનો ભોગ લી. એકાદ નાનકડી ભૂલનું આવું કશું પરિણામ !
એમ કેમ મનાય ! આમાં તો ક્ષત્રિય રમણીના હૃદયની સાચી ઝળક દૃષ્ટિ ગોચર થાય છે. નારી જાત માટેની ગૌરવ ગાથા આલે– ખાય છે. સ્વમાનના રક્ષણ અર્થે અબળા પણ પ્રબળા બની શકે છે એને જીવંત પુરાવો મળે છે.
શબની જે હાલત સૈનિકે વર્ણવી એ પરથી સહજ કળી શકાય છે કે સ્વ શિયલના રક્ષણ અર્થે પ્રાણની કુરબાની આપીને પણ પેલા નાયક સામે પોતાની મહત્તાને-ક્ષાત્રવટને-અખંડ રાખી છે.
સ્વપ્ન પણ નહીં ક૯યું હોય એવું રાણીજીનું આ પરાકમ જોતાં જ પેલે નાયક આભો બની ગયો હશે. કદાચ એને લાગ્યું હશે કે “મા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com