________________
સતી શિરામણું ચંદનબાળા અમારામાંથી ચારેક જણ આસપાસ તપાસમાં ફરી વળ્યા. દૂરદૂર સુધી ધરતી ખૂંદી વળ્યા પણ ગુન્હેગાર વ્યક્તિનો પત્તો મળે નહિં. તેમ કુંવરીબાનાં કંઇ ચિન્હ હાથ આવ્યાં નહિ. અમેએ સૌ પ્રથમ રાણીજીના શબ સાથે પાછા ફરવાનો વિચાર કર્યો અને હું તેમાંથી છૂટા પડી દોડતે ઘોડે આ વાત જણાવવા આગળ આવ્યો છું.
ત્યાં તો દ્વારપાલના પગલાં પુનઃ થયાં. પ્રધાનજી તરફથી કૌશામ્બી ગયેલ દૂત પ્રવેશની આજ્ઞા માગે છે એમ એણે સલામ ભરી જણાવ્યું.
અહીં એને પણ મેક્લી આપ” એવો રાજવીને દૂકમ મળતાં જ દ્વારપાળ પાછો ફર્યો અને દૂતે આવી નમન કર્યું.
પ્રધાનજી દૂતને ઉદ્દેશી બોલ્યા
નંદન ! મેં જે સંદેશ પાઠવ્યો હતો એના જવાબમાં કૌશામ્બીપતિએ જે જે કહ્યું હોય તે મુદ્દાસર સત્વર કહી નાંખ.
આપની સૂચના અનુસાર મેં કૌશામ્બીના દરબારે જઈ, રાજવી શતાનિકને મારા આગમનને હેતુ કહી સંભળાવ્યું. તેમની આજ્ઞા થતાં જણાવ્યું કે
મહારાજ! આપ જેવા ક્ષત્રિય કુલાવતંસને અને સંસાર-વ્યવહારની નજરે એક નજીકના સંબંધીને ચંપા પર રાત્રિના અંધકારને લાભ લઈ છું હુમલો કરવો બિલકુલ છાતો નથી. એમાં પણ ચંપાપતિની ગેરહાજરીમાં સીધી લડત ન માંડતાં રાણીવાસના કમરા પર હલ્લો લઈ જવો એ ઘણું જ હણું ને હલકટ કાર્ય છે. આપ. જેવાને વધુ શરમાવનારું પણ છેજ.
આટલા શબ્દ સાંભળતાં જ સભામાં અજાયબી પ્રસરતી મેં જોઈ.. પ્રધાન આદિ મુખ્ય અધિકારીઓ રાજવી પ્રતિ મીટ માંડી રહ્યા પરિસ્થિતિને લાભ લઈ મેં કડકાઈથી આગળ ચલાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com