________________
શું ધારિણી ચાલી ગઈ ! તે ઉપરથી હું હિંમતપૂર્વક કહી શકું છું રાણું મૃગાવતીના પ્રેમને તરછોડી કે એની ઉપરવટ જઈ બીજી કોઈ નારી પર આંખ વાળવાની શક્તિ શતાનિકમાં નથી જ.
તો પછી આ બનાવ પાછળ શી રમત છે? સેનાપતિ ! તમો કેમ મૌન છો?
મહારાજ ! હું મારા ખાસ સૈનિકના આગમનની રાહ જોઈ રહ્યો છું. આપણું સિનિકેએ એ ભાગેડુઓના ઘણું ખરાને યમના અતિથિ બનાવ્યા છે. બહુ થોડાક જ કૌશામ્બીને સીમાડે જે હશે.
ત્યાં તે પહેરેગીરે આવી ખબર આપી કે, બહાર એક સિનિક ઉભો છે જે અંદર આવવાની આજ્ઞા માગે છે. સેનાપતિને ખાસ મળવું - છે એમ કહે છે.
જા, જા, એને જલ્દી અહીં મોકલી આપ.
સૈનિકે આવી, નીચા નમી સલામ કરી, સેનાપતિને ઈશારો થતાં કહેવા માંડયું–
રાજાધિરાજ ! અમારા નાયકના દૂકમ પ્રમાણે અમારી દશની ટુકડી, પગીની સૂચના અનુસાર અરણ્યના ઊંડાણમાં આગળ વધી રહી લગભગ બે ઘટિકા પર્યત એ રીતે માર્ગ કાપ્યા પછી જે દશ્ય અમારી નજરે ચઢયું તેથી અમો સર્વ ધ્રુજી ઊઠ્યાં. સમરાંગણમાં મારકાપ કરનારાં અમારાં હદયો પણ ઘડીભર કરુણતાથી હાલી ઉઠયાં અને આંખોમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો. મહારાણી ધારિણીદેવી જમીન ઉપર પડ્યા હતા. ચહેરાની કાન્તિમાં જરા પણ ફેર નહતો પડે. અચેતન દશા જોઈ લાગ્યું કે તે બેભાન દશામાં હશે. પણ બારીક તપાસના અંતે જણાયું કે એમનું પ્રાણપંખેરૂ દેહરૂપી પિંજરમાંથી ઊડી ગયેલ છે. કોઈ પિશાચના પંજામાં સપડાયેલ રાણીજીએ પિતાના શિયલવતના સણ
અર્થે આંગળી પરની વીંટીને હીરે ચૂસી જાતે આપઘાત કરેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com