________________
અરણ્યના એકાંત પ્રદેશમાં
૮૫
પરોપકાર સાથે માન અકરામનું ભાજન બન. ત્યારે એ ઉપકાર મારી છાતીમાં જડાઈ જશે. સાચી માનવતા બતાવવાની આ તક ન ગુમાવ. એમાં જ આત્મશ્રેય છે.
ધારિણી! મને ખાતરી જ હતી કે તું હારી હઠ નહી છોડે. મારી વાત સહેલાઈથી નહીં માને. મારી ઢીલાશ જોઈ તું ઊંચી ચઢતી જાય છે. મેં સેવેલી ચિંતા અને વેઠેલા ઉજાગરા એ કાંઈ બહેનના હેતુ માટે નથી. એને બદલો તે પ્રેયસીના આલિંગનથી વાળવાને છે. પતિ-પત્નિ તરીકે જોડાઈ સંસારી વિલાસ માણવાના કંઈ કંઈ અભિલાષા છે એ પૂરવાના છે.
શિયલવત અને પતિવ્રતાપણું જેવા શબ્દત રસ વિણે માનવીએએ નિપજાવેલા પ્રલાપ માત્ર છે. સરખે સરખાનો યોગ મળ્યા છતાં ઈક્રિયાની ભૂખ ન ભાંગવી એ મીઠા પાણીના સરવરને જોયા છતાં તરસ્યા રહેવા બરાબર છે. બત્રીશ વાનીઓથી ભરેલ થાળ સામે છતાં ભૂખ્યા મરવા તુલ્ય છે. એવી ભૂલ તો કંઈ મૂરખ કરે. આ નાયક તો નહીં જ કરે. માનુની! વિલંબ ન કર. આનાકાનો તજી દે.
તું નહીં જ માને તો હું બળાત્કાર કરીને પણ મારી ઈચ્છા પૂરીશ.
પામર આદમી ! હે પ્રેમની વાત વહેતી મૂકી, એટલે જ મેં આટલું સંભાષણ ચલાવ્યું. મૂર્ખ ! “પ્રેમ”ની કિંમત તું આ ભવમાં આંકી શકવાને નથી જ. હારા કામી જીવનની લોલુપતા પૂર્ણ કરે એવી આ સ્ત્રી નથી. ક્ષાત્રવટને ગળથુથીમાં પીનાર આ રમણીને કુવાકાંઠે જેવા છતાં એના ઓજસને ખ્યાલ નથી આવ્યો. શરા પિતાની પુત્રી અને વીર પતિની પનિ હારા સરખા મામુલી અને પશુ લાલસા વાળા માનવીના હાથમાં પિતાની કાયાને મૂકવા કરતાં મરણની ભેટ કરવામાં વધુ આનંદ લેખે છે. આર્ય રમણ પિતાના પવિત્ર જીવન માટે પ્રાણ પાથરવામાં પાછી પાની નથી કરતી. મેતને હથેલીમાં રાખીને જ એ જીવન હેય છે. • રાંકડા ! મારા જેવીના ચરણ ચૂમવા પણ હારા ભાગ્યમાં નથી -સરજાયા. ત્યાં તું કયા મોઢે સહવાસ કરવાના સાણલાં સેવે છે? કઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com