________________
અરણ્યના એકાંત પ્રદેશમાં
આવતાં ભેર નાયકે, સૈનિકને કંડરીકની સરદારી હેઠળ જલ્દીથી - કૌશામ્બી પાછા ફરવાની આજ્ઞા ફરમાવી, અને પોતે પાછળથી આવી પહોંચશે એમ જણાવ્યું. ટુકડી નજરથી દૂર થતાં જ નાયક ઉભય લલનાઓને કે જે હવે જાગૃત થઈ ચૂકી હતી અને આસપાસના દસ્યથી પિતે કોઈ લૂંટારાના હાથમાં ફસાઈ પડી છે એ પણ સમજી ગઈ હતી–પિતાની પાછળ ચાલ્યા આવવાનું કહી અરણ્યના નિર્જન પ્રદેશમાં આગળ વધ્યા. આમ ધારિણીને આવતાં મીઠાં સ્વપ્નાં આખરે સત્ય રૂપે પરિણમ્યાં. વસુમતી તે મા પાછળ ચાલતી હતી પણ ધારિણીને તે સ્પષ્ટ ભાસ થવા માંડયો હતો કે પોતાના સુખના દિવસો પૂરાં થઈ ગયા છે અને ભાવિકાળની ભયંકરતા નેત્રો સામે ડાયિાં કરતી ખડી થઈ છે.
પ્રકરણના આરંભમાં વાર્તાલાપને જે પ્રસંગ જોઈ ગયા, તે નાયક અને ધારિણી વચ્ચે જ છે. પુનઃ એ તરફ મીટ માંડીએ.
લલના! શા સારૂ આ આશકને વધુ તટલાવે છે? કુવાકાંઠાના હારા નેત્ર બાણે મારી છાતી વીંધી નાખી છે. ત્યારથી હું શુદ્ધબુદ્ધ ભૂલી ગયો છું. ફક્ત હારા નામની જ રટણ કરું છું. ભાગ્યયોગે હારી પ્રાપ્તિ થઈ છે તે રાજી થઈ મારા હૃદયની પ્યાસ બુઝાવ.
ભાઈ ! કુવાકાંઠાની સ્મૃતિ પછી હારા અંતરનો પડદે ઉચકાઈ ગયો છે. એ પાછળ પ્રેમ નથી પણ કામની આગ ભડભડતી મને જણાય છે. અલબત મને ઉચકી લાવવામાં એક જ તમન્ના હારી છે અને તે મને પત્નિ બનાવવાની. પણ હવે એ ફળવાના જ્યાં સંયોગ નથી રહ્યા. ધાર કે હારા કામને હું પ્રેમ રૂપે જોઉં તો પણ તે એક પક્ષી છે. હું એક રાજવીની અંગના છું. મેં પ્રેમપૂર્વક એ છેડે પકડેલો છે. સંસારી જીવનના ફળ સ્વરૂપે આજે હું એક બાળાની માતા પણ બની ચૂકી છું. એક આર્ય રમણું યાચકની માંગણી -સંતોષવા ખાતર એક ભવમાં બે ભવ ન જ કરે. પોતાના માતૃ-પિતૃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com