________________
સતી શિરેામણી ચંદનબાળા
નાયકની સૂચના મુજબ એના સાથીદારા મહાલયમાં અને આસપાસના પ્રદેશમાં હાહાકાર ફેલાવી દઇ, હાથમાં આવ્યું તે લૂટી લઇ, નિર્ણિત સમયે પાછા ફરી ગયા..
૮૨
ગભરાટ શમ્યા પછી જ્યાં સવિતા-નારાયણનાં આછાં કિરણે। આ પૃથ્વીતળ પર પથરાવાં માંડયાં ત્યારે રાત્રિના અધકારમાં થયેલી ખાનાખરાખીને ખ્યાલ ચંપાની પ્રજાને આવ્યા. અધિકારી વગે જોયું કે શત્રુઓની દાનત સીધી લડત આપવાની નહેાતી પણ ભયનું વાતાવરણ પ્રસરાવી લૂંટ ચલાવવાની હતી. મરણુ પ્રમાણુ નજીવું હતું અને ધવાયેલાની સ ંખ્યા પણ આંગળીના ટેરવે રમે તેટલી જ હતી. અલબત ‘મહાલયમાં ભાંગફોડ અને લૂંટફાટ વધુ જણાઇ. અતિ દુઃખનુ કારણ તે! એ થઇ પડ્યું કે લૂટારાએ રાણીજી અને કુંવરી વસુમતીને ઉઠાવી ગયા હતા. જે કમરામાં તેએ સૂતા હતા ત્યાં પલંગા ખાલી પડયા હતા. ત્યાં અન્ય ભાંગફોડ ન હેાવાથી ઉભય મા દીકરીને ઇરાદા પૂર્વક ઉચકવાને ભાગ ભજવાયેલ નજરે ચઢયા.
કૌશામ્બીના સૈનિકા આ રીતે સસ્તા વિજય મેળવી, પાટનગર ચંપાની ભાગાળથી ઘણે દૂર એક નિર્જન સ્થાનમાં નાયકની વાટ જોતા થાભ્યા હતા. જ્યારે નાયક તા પેાતાના વિશ્વાસુ સાથીદાર કંડરીકને લઇ, લાંબા કાળની કામનાની સિદ્ધિ અર્થે રાણીના કમરામાં પહોંચ્યા હતા. મા–દીકરી મીઠી નિદ્રામાં પેાઢયા હતા. ઉભયે અતિશય ચૂપકીદીથી તેએ જાગે નહીં એ રીતે ખભા ઉપર ઉપાડયા અને પાછા ફર્યાં. આસપાસ કાઇ પણ જગ્યાએ થેાભ્યા વિના તેઓ સીધા ટૂંકા રસ્તે પેલા નિયત સ્થળે આવ્યા. એ વેળા જ સૈનિકેાએ જાણ્યું કે નાયક ચ'પાની રાણીજીને ઉઠાવી લાવ્યા છે. આખાયે દાવ એવી રીતે ખેલાયા હતા કે એક ક'ડરીક સિવાય હલ્લાની પાછળના આ આશય કાઈપણ પારખી શકયુ નહતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com