________________
સતી શિરોમણી ચંદનબાળા ફાટતાં પાછા ફરી જવું. આ રીતે કરવાથી નહિ જેવી હાનીએ આપણે ચંપા ઉપર વિજય મેળવ્યો ગણાશે.
ઘણું પરાજય સામેની આ જીત નિશ્ચિત છે એટલું જ નહીં પણ મૃગાવતીની ભગિની પદ્માવતી સંબંધે એક સંબંધીજન તરિકે દધિવાહનની શુદ્ધ ઠેકાણે આણવા કંઈ કર્યું પણ કહેવાશે.
જમાદાર ! હારી વાત ગળે ઉતરી જાય તેવી તો છે જ, છતાં આપણે પરિસ્થિતિને પૂર્ણ વિચાર કરી પગલું ભરવું જોઈએ. આપણું પાસેનું સૈન્ય મજબૂત નથી. પરાભવો વેઠવાથી જુસ્સો પણ દબાઈ ગયેલ છે. છાપે મારી સમસ્તે વિજય મેળવવાની વાત જેટલી મનેરંજક છે એથી ઉલટું રક્ષકે જાગૃત હોય તો આ ચઢાઈ કેટલી ભારે પડી જય અને કેવી ખુવારી વેઠવી પડે એને વિચાર પણ કરવો રહ્યો. વળી એક સબળ રાજવી સાથે શાંત પડેલ કલહને નવેસરથી જગાડવાનો આ પ્રયાસ સૂતા સિંહને છ છેડવા જેવો ગણાય. અંધકાર અને અજાણપણાનો સધિયારે લઈ હલ્લો કરવો એ ક્ષાત્રવટને શોભે તેવું કામ ન ગણાય; એમાં પરાક્રમને દાવો ન કરી શકાય.
મહારાજ ! દાવ આવે સોગટી નુ મારી જાણે એ ખરો રજપૂત બચ્યો નહીં. સમય એટલે ઓછો છે કે ઝાઝા વિચાર કરવા પરવડે તેમ નથી. મેં તે ખાનગી સમાચાર મેળવ્યા. મારા હૃદયને જડયા–તે કહી બતાવ્યા. આપ માલિક છે. બાકી રાજ્ય નીતિમાં દાવપેચથી વિજય નોંધાયાના સંખ્યાબંધ દાખલા રજુ કરી શકાય તેમ છે.
મારા જેવાનું છે સન્ય આપે અને પછી જોઈ લ્યો કે મારી ગણત્રી બરાબર છે કે નહીં. આપને જાતે તસ્દી લેવાની જરૂર નથી. મને તે જેકે પાકી ખાતરી છે કે આ પ્રયાસમાં હું જરૂર કૌશામ્બીના પાળે વિજય તિલક કરાવીશ; છતાં ધારે કે એમ ન બન્યું તે આપ જવાબદારી ખંખેરી કહાડજે. વાગ્યું તે તીર નહિં તો તુક્કો ! તક ગુમાવીશું તે પાછળથી પસ્તાવાનું થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com