________________
૭૮
સતી શિરામણ ચંદનબાળા જોખમ નથી ખેડયું ! હાથમાં આવેલ શિકાર છોડી દઉં એવો હું મૂર્ખ નથી. રમણ ! તને ખબર ન હોય તે જાણું ચે કે
- તારી પાછળ મેં લેહીનું પાણી કર્યું છે. કેટલીયે રાતના ઉજાગરા સેવ્યા છે. તારી શોધ પાછળ ભ્રમણ કરવામાં આ ટાંટીયા ઢીલા કરી દીધા છે. કૌશામ્બી અને ચંપા વચ્ચેના આંટાફેરા કરવામાં કચાશ નથી રાખી. પૈસા તે પાણુ માફક ખરચ્યાં છે. મારી ચીરકાલિન આશાને જ્યારે આજે ફળ બેઠું છે ત્યારે તું શા સારું માન માંગે છે? શું આ બધું મેં સાચા સ્નેહ વિના ક્યું છે? જે પ્રેમ તું અત્યાર સુધી જોઈ શકી છું તે કરતાં અધિક પ્રેમ તને મારા ગરીબ ખાનામાં મળશે. બાહ્ય નજરે રાજમહાલયના સુખ જરૂર હરકેઈને મહાવે–એકાદ મારા સરખા નાયકના અવિાંસની સામાન્ય સામગ્રીથી ચઢી પણ જાય; પણ આંતર ઉલેચતાં સાચા માપે માપતાં–જે સડા ત્યાં પ્રવર્તે છે, પી હાયો ઉઠે છે અને નિરંતર ખટપટ વચ્ચે જીવન વીતાવવાનું હોય છે એ સર્વને વિચાર કરતાં હૃદય ધ્રુજી ઉઠે છે; સહજ તિરસ્કાર જન્મે છે. એ જોતાં સાચા પ્રેમીની નાનકડી ઝૂંપડીની સ્વાધીનતા ઘણી રીતે ચઢીયાતી છે. સુખનો સાચો ખ્યાલ એ ઝૂંપડી જ આપે છે.
ઉપરનો વાર્તાલાપ અરણ્યના એકાંત ભાગમાં ચંપાપતિની રાણી ધારિણી અને કેશામ્બીના પેલા નામચીન નાયક વચ્ચે ચાલી રહ્યો છે.
એ રૂપમુગ્ધ નાયકે પિતાની ઈચ્છા બર આણવા સારૂ સગાં ગોઠવવાનાં શરૂ કરી દીધાની વાત આપણે જોઈ ગયા છીએ. દધિવાહન ભૂપની ગેરહાજરીના સમાચાર એના કાને આવતાં જ એનાં ચક્રો ગતિમાન બન્યાં. તરત જ એ રાજવી શનાનિક પાસે પહોંચ્યો અને દધિવાહનભૂપ સીમાડા ઉપર રોકાયેલ છે અને ચંપા ઉપર અચાનક
છાપો મારવાને આ સમય અનુકૂળ છે એમ જણાવી ઉમેર્યું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com