________________
૮૪ ,,
સતી શિરામણું ચંદનબાળા કે શ્વશુર કુળને મસીને કૂચડો ન લાગવા દે. આ નિતરૂં સત્ય સમજી લઈ, અમને છૂટા કર. અમારા માર્ગે જવા દે.
ધારિણી ! હું જેમ જેમ નમ્રતાથી, સમજાવટથી માર્ગ કહાડવા કહું છું તેમ તેમ તું મેંથી બનતી જાય છે. ઉંચા તત્વજ્ઞાનની વાતે કરે છે. ઇશ્ક તે આંધળો છે અને અનંગનો આતપ બૂઝાવવા શબ્દ કામ નથી લાગતા પણ અંગના ભેટણ જરૂરી છે.
બહાલી રમણ ! હું સિનિક છું. મારો વ્યવસાય ખાંડાના દાવ: ખેલવાનો છે. અક્ષરોની ગૂંથણી મને ન આવડે. સૌન્દર્યની મને પિછાન છે અને નારી હદયની આકાંક્ષાઓ હું ઓળખી શકું છું. છતાં એની લાંબી પહોળી વ્યાખ્યા કરવાનું પસંદ નથી. જેના પ્રત્યે . આકર્ષણ જમ્મુ એને મેળાપ કરવો અને એની સાથે માનવ ઉચિત જીવન જીવવું એ મારે મુદ્રાલેખ છે. ચાહે તો એને પ્રેમ, સ્નેહ, પ્રીતિ, - વિગેરે શબ્દથી ઓળખો, કે ચાહે તો એને કામ કે વિલાસનું નામ: આપો. મને નામ સાથે કામ નથી પણ એ પાછળના ભાવ સાથે કામ છે.
નાયક ! મારૂં અનુમાન સાચું ઠર્યું છે. જ્યાં દેહિક લાલસાઓ પોષવાની વૃત્તિ જાગતી બેઠી હોય ત્યાં “પ્રેમ” જેવો દેવી શબ્દ સંભવતો જ નથી. એનાં ઉદ્ભવ તે અંતરના ઊંડાણમાં થાય છે. એમાં આત્મિક આકર્ષણ અને પૂર્વભવને ઋણાનુબંધ હોય છે. ઉપરછલ્લા કામિક ભોગે ત્યાં ગૌણ ભાગ ભજવે છે.
ખેર, નોંધી લે. આ ભવમાં હારી આશા ફળનાર નથી. સ્ત્રી જાતિને મન શિયળવ્રતનું પાલન એ મોટામાં મોટી અને અમૂલ્ય વસ્તુ છે. ચંપાના માલિક સાથેના મારા સ્નેહ બંધન કાચા તાંતણે નથી બંધાયાં. ભાઈ ! માને તે હજુ પણ એક બહેન પોતાના ભાઈ પ્રત્યે જેવો નેહ રાખે તેવો સ્નેહ હારી સાથે બાંધવા તૈયાર છું. ભૂતકાળની અન્ય સ્મૃતિને વિસારી મૂકી આ નવો સંબંધ બાંધવા ઉત્સુકતા દાખવ. અમને માન પુરસ્સર અમારા નગર ભેગા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com