________________
સતી શિરામણું ચંદનબાળા ગંગા સખી! કૂવાકાંઠો યાદ આવે એવી વાત છે. મા તેવી દીકરી.
જરૂર એ યાદ સંઘરવા જેવી ગણાય, કારણકે દેશ-કાળના એંધાણ જતાં નારીજાતિ ને અબળા મટી પ્રબળા થવાની અગત્ય અતિ ઘણી છે. એમ કહી ધારિણીએ ધીમેથી કહ્યું.
વિમુ! તમે માને છે એ રીતે જરૂર વસુમતીએ ભૂલ કરી ગણાય. તમારી વાત સાંભળતાં દિલીપને વર્તાવ ખાસ ગંભીર ન લેખાય. તમો સૌ હજુ બાળવયના પ્રાંગણમાં રમો છે એટલે એ પાછળ કઈ મલિન હેતું નથી, પણ માત્ર નિર્દોષતા જ છે.
એ સાથે એટલું ઉમેરૂં છું કે આવો વર્તાવ યુવાવસ્થામાં આવેલા તરૂણતરૂણીઓ વચ્ચે ન જ શેભે. કેટલાક પુરૂષોમાં એ સ્વભાવ ઘર કરી ગયો હોય છે કે રમણી એતે રમવાની ઢીંગલી' એની સાથે ગમે તેમ અડપલાં કરી શકાય. એ ભૂલ ભાંગવા સારૂ નારીજાતિએ સામને કરવો રહ્યો. નિર્દોષ જીવજંતુઓને કે માનને વિના કારણે દુઃખ આપવું એ તો અધર્મ ગણાય. બાકી અપરાધી સામે તે જરૂર પડયે -સંસારવાસીને શસ્ત્રો પણ વાપરવાં પડે. એ એની ફરજ લેખાય. એથી પીડા તો થવાની. એ દોષ વહોરીને પણ અપરાધ ટાળવો જ
પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com