________________
બાલિકા વસુમતી જેવા લાગ્યા. એ સમયનો દેખાવ જોતાં હર કોઈને લાગે કે વસુમતીના વાકયોએ કાતીલ ઘા જેવી અસર કરી છે. એ મૂંગો મંતર બની ત્યાંથી ચાલી ગયો. એના સાથીદારે પણ એક હરફ ઉચ્ચાર્યા વિના એની પાછળ પડયા.
રાજાની લાડલી દીકરી સામે કઈ કંઈ જ ઉચ્ચારી શકયું નહીં. પાછા ફરતાં મેં કહ્યું, સખી વસુ! હે આજે કાચું કાપી નાંખ્યું. ઘણું જ અવિચારી પગલું ભર્યું. માછલાંની દયા ખાનારી તું, આજે નિર્દોષ દિલીપને અપમાની મહા કષ્ટ દેનારી બની ગઈ? હે આજે રજનું ગજ બનાવી કેવલ કલ્પનાના જોરે રેતી પર મહેલ ચણી નાંખ્યો. કાંકરા ફેંકવાની રમત જે પરને પીડા કારી ગણાય તે, વિના કારણ. કોઈનું દિલ દુભાવવું એ વધુ દુઃખકારી ન લેખાય ? આમ કરવામાં તું દેષિત છે.
પણ દેવ” શબ્દ સાંભળી એ તો છે છેડાઈ ગઈ અને કહેવા લાગી કે ઘેલી વિમુ! આવાં અડપલાં નારીજાતિએ પળભર પણ ચલાવી ન લેવા જોઈએ. આપણે બાળાઓ કંઈ પુરુષ જાત માટે રમવાની ઢીંગલીઓ તો નથી જ. આપણા અંગ-ઉપાંગ સાથે ચેડા કાઢવાને અધિકાર કઈ પણ મરદને છેજ નહિ. સ્ત્રી સન્માન કોઈ અનેરી ચીજ છે. મૈત્રી કે પરિચય પરસ્પર ગમે તેટલું હોય પણ વર્તન તો મર્યાદા યુક્ત જ જોઈએ. એજ શોભે.
આ તો ચોર કોટવાલને દંડવા જેવી વાત કરી. પોતાની ભૂલ કબૂલવાની વાત તો દૂર રહી પણ સામેથી અમને ભાંઠા પાડે છે. રાણીમાતા ! તમોજ ન્યાય કરે.
આ સાંભળતાં જ ધારિણી અને ગંગા ખડખડ હસી પડયા. એમને હસતાં જોઈ વીમુ સિવાયની બાળાઓ પણ હસવા લાગી. વસુમતી તો ત્રાંસી નજરે કેવળ જોઈ જ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com