________________
-
-
-
-
-
બાલિકા વસુમતી
૭૩ મારૂં મન આ ભ્રમણ પાછળ બહુજ વિવશ બની ગયું છે. કશામાં ચિત્ત એટલું જ નથી. - સખી! પતિના વિરહથી નારી જાતિને એકલા પડતાં એવાં સેલાં આવે. એમાં તમારો પ્રેમ તે ચક્રવાકીના યુગલ જેવો. કહે તો રાજવી જલ્દી પાછા ફરે એવો સંદેશ મોકલવાનો પ્રબંધ કરાવું. બાકી સ્વપ્ના જવલ્લે જ સાચાં પડે છે. તેથી તે કવિએ રહ્યું છે કે–સ્વપ્નાની સુખલડી ભૂખ ભાંગે નહીં.'
ગંગા ! તું તે શી વાત કરતી હઇશ. ભૂપથી આ કંઈ જુદા પડવાને અને એકલા રહેવાને પહેલો પ્રસંગ નથી. પતિ પાસે હેય એ હર કોઈ નારીને ગમતી વાત ગણાય. પણ કારણવસાત એ દૂર જાય એથી આ ક્ષત્રિયાણી ન ગભરાય. પ્રેમ એ કંઈ આજકાલને પ્રસંગ નથી. હવે તે એ પાછળ દશકા કરતાં વધુ સમય વીત્યો છે. હું કંઈ અભિસારિકા કે નવ યૌવના નથી. સંદેશ મોકલવાની કંઈ જ જરૂર નથી. હું તે જાણવા ઈચ્છું છું કે આવા તરંગે પાછળ કંઈ તથા સંભવે ખરું?
ગંગા જવાબ આપે તે દરમિઆન વસુમતી અને એની ત્રણ બાળ સખીઓ રકઝક કરતી આવી પહોંચી અને એમાંની એક કહેવા લાગીરાણીમાતા! તમારી વસુને સમજાવો. અમારી દરેક વાતને એ ઉતારી પાડે છે. એ જે કંઈ કરે તે સાચું અને અમારું બધું ખોટું. રમતમાં એવો વર્તાવ કેમ ચાલે?
પણ વાત શું છે એ તે વીમુ! પહેલા કહી સંભળાવ. જુઓને અમો બધાં રમતાં રમતાં બાગના કુવારા નજીક પહોંચ્યાં. પાણીમાં કુંડાળાં કરવા મેં એમાં કાંકરે ફેકયો. એ જોઈ આ જયા અને રમાએ પણ કાકા ફેંક્વા માંડયા. ત્યાં વસુબા ડાહ્યા થઈ બોલ્યાં
વિમુડી, આ તું શું કરી રહી છે? આ રમતથી પાણીમાં રહેલાં માછલાં વિગેરે નાના છને પીડા થાય. તેઓ બાપડા મરી જાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com