________________
અરણ્યના એકાંત પ્રદેશમાં
મહારાજ ! આ તક ઝડપી લેવા જેવી છેએક કરતાં વધુ વાર હું ચંપા નગરીમાં જઈ આવ્યો છું. ભૂપના ફરીથી લગ્ન થયા અને આજે નવી રાણીની કુંવરી લગભગ ચૌદ વર્ષની થઈ છે. એ વર્ષોના ગાળામાં પ્રજાએ જે શાંતિ-સુખ ભોગવ્યાં છે, વ્યાપારની એકધારી પ્રગતિ સાધી છે અને સંપત્તિની વૃદ્ધિ થવાથી જે વૈભવ-વિલાસમય જીવન જીવવા માંડ્યું છે એથી જનતાને મેટો ભાગ “અંગદેશ તરફ કેઈ નજર નાંખે એવો માડીજાયો જભ્યો જ નથી” એવું માની ઉધાડાં બારણે સૂએ છે. જાણે પાટનગરને કઈ તરફનો ભય નથી એમ માની રક્ષકે ને દરવાને પણ બેફિકરા બન્યા છે. રાજ્યના અધિકારી વર્ગમાં પણ હદ ઉપરાંતની નિશ્ચિતતા વર્તે છે. દધિવાહન ભૂપ “છતશત્રુ' તરિકેની ખ્યાતિ પામ્યો છે એટલે તેઓ એમ માનતા થઈ ગયા છે કે જાણે ચંપાનો કોઈ શત્રુ જ નથી રહ્યો. - કૌશામ્બીના માલિક! આ રામાયણ પાછળ મારો હેતુ એકવારની બગડેલી બાજી સુધારી લેવાનો છે. પરાજીત થવા રૂપ જે છાપ પડી છે તે સુધારી વાળવાને છે. કેટલીયે વાર આપણુ બેપરવાઈને લાભ લઈ દધિવાહન ભૂપે અહીં હલ્લા લાવી જે નુકશાની કરી છે અને પિતાના પરાક્રમની જે ઢોલ પીટાવા પડોશી રાજ્યમાં યશગાથા વિસ્તારી છે એને બદલો લેવાનો મારો ઇરાદે છે; યોગ સાંપડે છે. ફક્ત આપની સંમતિ–મહોર મૂકવાની ઢીલ છે. ખાનગી તપાસના અંતે મને માલુમ પડ્યું છે કે ચંપાનો સ્વામી પિતાના ચુનંદા લશ્કર સાથે સીમાડાના બખેડાને શમાવવા ગયેલ છે અને નગર સંરક્ષણને અર્થે જે સન્ય રાખવામાં આવેલ છે એ ઘણું થોડું છે તેમ કંઇક અંશે મોલું હેવાથી ફરજ બજાવવામાં બેદરકાર પણ છે. આપણે સત્વર પી તૈયારી કરી ચંપા ઉપર અચાનક હલો લઈ જવો. રાત્રિના કલાકમાં અંધારાનો લાભ લઈ છાપ મારવો. કર્મચારીઓની અસાવધતાને બને તેટલો લાભ ઉઠાવવો. ભયનું વાતાવરણ સર્જાવવું અને હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com