________________
બાળિકા વસુમતી
હાર્યો જુગારી બમણું રમે એ જનવાયકા પ્રમાણે ઉપરા ઉપરી હાર પામવા છતાં શતાનિકને બદલે લેવાની વૃત્તિ ઘર કરી રહી હતી. - સીધી રીતે ન ફાવવાથી એ કઈ દાવપેચ અજમાવવાના વિચાર કરતો. ચંપામાં બનતા બનાવાની એ પોતાના વિશ્વાસુ ચર મારફત તપાસ રાખતો. આ કાર્યમાં પૂર્વે જોઈ ગયા તે નાયકનો સાથ ખાસ હતે. ઘણું ખરી બાબતો રાજા આ નાયક સાથે જ ચર્ચાતા–કેટલીક વાતો તો અમાત્યથી પણ ખાનગી રહેતી. રાજવીને પૂર્ણ વિશ્વાસ નાયકે પિતાની ચાલાકીથી મેળવ્યો હતો. ધારિણી હાથમાંથી ગઈ એ ચોક્કસ - થયા પછી એને પિતાની કરવાની આશા,નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. ઘમંડ ઉતારવાની વાત સરી ગઈ હતી. છતાં ડૂબતા આદમી તણખલાને પણ બચવા સારૂ પકડે એમ એણે ધારિણીનું હરણ કરવાને મનસૂબો રાખ્યો હતો. એટલા સારૂ તે વારંવાર શતાનિકને બદલે લેવા ઉશ્કેરતો. એક પથરે બે પક્ષી મારવાની એની ધારણા હતી.
એનું અંતર જોરથી પિકારતું કે આ મરથ બર આવવાનો સંભવ નથી, કેમકે ક્ષત્રિય રમણે એક વાર જેને હદય સેપે છે તેને - જીવનભર વફાદાર રહે છે, અને એ સારૂ પ્રાણુ કુરબાન કરવા સુધીના કષ્ટો સહન કરે છે. અને પ્રાણ જવા દે છે પણ પોતાની પવિત્રતામાં જરા પણ ડાઘ લાગવા દેતી નથી. આમ છતાં કાણું જાણે કયા તુથી એ ધારિને વીસરી શકો નહોતે. બળજબરીથી પણ એક વાર તેણીને હાથ કરવાનાં સ્વપ્નાં સેવતો હતો. એ હેતુ પાર પાડવા સારૂ, સાહસમાં આગળ પડતો ભાગ લઈ, એ રાજવી શતાનિકનું પ્રીતિ-ભાજન બન્યો હતે. શતાનિકને ગમે તે રીતે દધિવાહન ઉપર વિજય પ્રાપ્ત કરી ભર દરિયે ડોલાયમાન થઈ રહેલી કીર્તિને કાંઠે વાળવાના કેડ હતા અને એમના આ સલાહકારને એમાં સાથ પૂરી, ચંપાના આવાસમાંથી રાણી ધારિણીને ઉપાડી આણું, એક વાર બળજબરીથી ઘરમાં બેસાડવાના અભિલાષ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com