________________
બાલિકા વસુમતી ?
૬૭
એક વાતની ચોખવટ જરૂરી છે. ગત પ્રકરણમાં જોયેલ રાણું ધારિણી અને સખી ગંગા અહીં બેસી વાત કરી રહેલાં પ્રત્યક્ષ થાય છે છતાં ઉભયની સ્થિતિમાં ઘણે ફેર છે. છેલ્લા પ્રસંગને તે લગભગ બારેક વર્ષનાં વહાણાં વાયાં છે. દરમિઆન વિશ્વનું કાળ ચક્ર તે અખલિતપણે વહેતું રહ્યું છે. અતેદયના સપાટામાં ઘણું ઘણું આસમાની-સુલતાની નાંધાઈ ગઈ છે. એના વધુ ઊંડાણમાં ન જઈએ તે પણ ખપ પૂરતી વાત ઉપર નજર નાંખી જવી પડે જ.
રાણીપદને પામેલી ધારિણીએ દધિવાહન રાજવીના જીવનમાં કઈ અનેરૂં જેમ ઉભરાવી દીધું છે. પદ્માવતી ગુમાવતાં જે નિરાશા પ્રગટેલી એનું નામ નિશાન પણ રહેવા નથી દીધું. ક્ષાત્ર તેજે એવા તો મીઠાં પાણી પાયાં છે કે આસપાસના પ્રદેશમાં એની હાક વાગી રહી છે. કૌશામ્બીપતિના વારે વારે થયેલા ચાર-પાંચ હુમલા એણે એવી રીતે પાછી ઠેલી દીધા કે ત્યાર પછી શતાનિક રાજા તો ચૂપ જ એસી ગયો છે. છેલ્લા પીછામાં તો ઠેઠ કૌશામ્બીની ભાગોળે ચંપાપતિ પહોંચ્યો હતો. ચેટકરાજનો પરિચય પછી નવી ધરતી મેળવવાને લભ ન હોવાના કારણે જ, વળી સાટુપણાના નાતાથી જ, એ છાપે ભાર્યા વિના સખત હાર આપી પાછો ફર્યો હતો. મગધરાજ ભંભાસારની માફક એણે રાજ્યવૃદ્ધિને લેભ હેત તે એના હાથમાં એ વેળા કૌશામ્બી આવેલું જ હતું. આમ છતાં પોતાના રાજ્યમાં કોઈની પણ દાદાગીરી એ ચલાવી લેતે નહીં. કોઈ પણ ભાયાતે માથું ઉચક્યાનું એ સાંભળતો કે તરત જ જાતે ત્યાં દોડી જતો. સમજૂતીથી માને તો ઠીક, નહીં તો સ્વબાહુના પરાક્રમનો પરચો બતાવતા. એકવાર સપાટામાં આવી ગયા પછી કોઈની પણ ઊંચી મૂડી કરવાની હિંમત રહેતી નહીં. સર્વ પ્રકારના હુમલામાં-કરવા પડતાં યુદ્ધમાં–એના પાસા પિબાર પડતા હતા એટલે એને “જીતશત્રુ’ નું ઉપનામ મળ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com