________________
સતી શિરોમણી ચંદનબાળા. આ સર્વેમાં એ ધારિણીના પગલાને નિમિત્તભૂત લેખતા. પદ્માવતીને વિરહ મર્ભવતી હતી ત્યારે જ થયેલો અને પછીના. બનાવ અંગે કંઈ જ માહિતી સાંપડેલી નહીં. એટલે ધારિણુએ બાળિકાને જન્મ આપ્યો ત્યારે એના હદયમાં તો રાજ્યને વારસદાર યુવરાજ ન જો હોય એટલે બધે હર્ષ ઉપજ્ય હતું. કુંવરીને. જન્મ પ્રસંગ ઘણું ધામધુમપૂર્વક સારાયે અંગ દેશમાં ઉજવાયો હતો. અગીઆર દિન સુધી પ્રજાને જેતી પ્રત્યેક વસ્તુ વિના મૂલ્ય મળતી, હતી. એના દામ રાજભંડારમાંથી ચૂકવવામાં આવતાં હતાં અને જન્મભરના કેદીઓને પણ મુક્તિ આપવામાં આવી હતી. જન્મ-. પૂર્વેથી રાજ્યની લક્ષ્મી-સંપત્તિ-વૃદ્ધિ પામવા માંડેલી હેવાથી કુંવરીનું નામ “વસુમતી’ રાખવામાં આવ્યું.
ગુણ સંપન્ન બાળા, વયના વધવા સાથે આજે તો તારુણ્યના બાગને દરવાજે આવી લાગી હતી. સૌન્દર્ય અને નિડરતા તો એની માતા તરફથી વારસામાં મળ્યાં હતાં. એની ઉંમર જોતાં જે સમજણ અને જ્ઞાન એનામાં જણાતાં એ જરૂર વધારે ગણાય. પૂર્વ ભવના ક્ષપશમથી આમ બનવું શકય છે. સરખી વયની બાળાઓ સાથેની રમતમાં ઘણેખરે કાળ નિર્ગમન એ કરતી હોવા છતાં આવડતઅભ્યાસમાં એ સૌના મોખરે હતી. માતાપિતાના સંસ્કારની સુદઢ છાપ એનામાં ઉતરી હતી. આ વયથી જ એ ધાર્મિક બાબતમાં શ્રદ્ધા ધરાવતી, શક્તિ અનુસાર વ્રત–નિયમ પણ પાળતી, અને ઓછું બોલવાની ટેવવાળી છતાં જ્યારે કોઈપણ વિષય પર બોલતી ત્યારે એની વાણીમાં કુલ ગરતાં હોય એવી રીતે શબ્દો વહી જતાં અને સાંભળનારનાં હદય સોંસરા ઉતરતાં. ટૂંકમાં કહીએ તો ચંપાના મહાલયને આ બાળાએ ઠનગનતો બનાવી દીધો હતો. બાળક્રીડાની વિવિધ રમતોથી એ સભર લાગતો. અંગદેશની અસ્મિતાને સૂર્ય અત્યારે મધ્યાહે તપતો હતો. પ્રજાની સુખાકારી હરકઈ પડોશી રાજ્યને ઈર્ષા ઉપજાવતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com