________________
પ્રકરણ ૮ મુ માળિકા વસુમતી
પાપુરીનો આ ભાગ સામાન્ય રીતે આછી વસ્તીવાળો હતો. નગરીના દરવાજાને મૂકી આગળ વધતાં છૂટાછવાયાં ઝુંપડાં અને એ પછી તરત જ વિશાળ ઉદ્યાન આવ્યું હતું. વચમાં ભૂપ દધિવાહનને ગ્રીષ્મનિવાસ ત્રણ મજલાથી શોભતો ખડો હતો. વિવિધ વૃક્ષોથી ભરપૂર અને પરિમલના પમરાટથી સદા સુવાસિત બનેલ આ સ્થળ સાચે જ શાંતિદાયક હતું. ભર ઉનાળાના તાતાભર જેવા ભમ્મરાશિના ‘ઉકળાટની અહીં કંઈ જ અસર નહતી. ઘણું ખરૂં ઉનાળાના દિવસમાં રાજવી પોતાના પરિવાર સહિત અહીં જ રહેતા.
એ સામે નજર પડતાં જ ઝરૂખામાં બે રમણીઓ પરસ્પર વાર્તાલાપ કરી રહેલી દષ્ટિગોચર થાય છે. પ્રાસાદની ખુલ્લી બારીઓ મારફત નજર દોડાવતાં સહજ જણાય છે કે કોઈ પુરુષ વર્ગ હાજર નથી. લેખકને રાજમહાલયના પહેરેગીરે પણ રોકી શક્તા ન હોવાથી સીધા ઝરૂખામાં પહોંચી જઇ, થતી વાતમાં મન પરોવવું વ્યાજબી લાગે છે કે જેથી વાર્તા પ્રવાહમાં આગળ વધી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com