________________
૬૨
સતી શિરામણું ચંદનબાળા દ્વારા પ્રજાને પ્રેમ સંપાદન કર્યો છે એમાં નિમિત્ત રૂપ સંસ્કારી પદ્માવતીને ગ છે. ઉભય રેજ દર્શને આવતા. એ નિયમ રાણુના વિરહકાળે–ગંભીર ગમગીનીમાં પણ અફર રહ્યો; એ નિમિત્ત એક સંધ્યાએ પૂર્વે કહ્યું તેમ હરનામસિંહની પુત્રી નજરે ચઢી. પ્રાસાદમાં મંજુલ સ્વરે ગવાતાં ગીતે રાજવીનું મન આકર્ષાયું. સામાન્ય વાર્તાલાપથી ઓળખાણ થયું. અવારનવારના પરિચય પછી ઉભયના દિલ મળ્યા અને એ ઉપર આખરે લગ્ન ગ્રંથીની મહોર મરાઈ. અમારા નવા રાણીને આ વૃતા.
હવે, તમારે ગુપ્ત હેતુ કહી નાંખો કેમકે સમય થવા આવ્યો છે.
કરણ! કહેવાનું બધું તે કહી નાખ્યું. તમારા રાણી એ મારું પ્રેમપાત્ર છે. કુવા કાંઠાને બનાવ કિવા યશપાળની પત્નિને પરચો એના મુખ્ય પાત્ર અમે_હું અને મારે આ સાથીદાર કંડરીક વાતના તાણ વાણા ઘણા તે મળતા આવી ગયા છે. એ રમણને નજરે જોયા વિના પાકી ખાતરી ન અપાય. * કંડરીક–સરદાર ! માને યા ન માને પણ રમણ તો એ જ જણાય છે. એનું નામ ધારિણે આપણે સાંભળેલું. મારું મન સાક્ષી પૂરે છે કે તમારી આશા ધૂળમાં મળી છે. ખેલ ખલાસ થયો છે.
કરણસિંહ—મામા ! એની સાથે શું તમારે પૂર્વે કંઈ પરિચય - હતા? ગુપ્તપણે સ્નેહ તંતુ સંધાયા હતા? - ના, ના, એવું તે કંઈ જ નહોતું. પણ કુવાકાંઠાના બનાવ પછી મેં એને રૂવાબ જોઈ મનમાં ગાંઠ વાળેલી કે કોઈ બી હિસાબે એને પરણી લાવી, ગર્વ ઉતારવો. આ નાયકે ભલભલાના પાણુ ઉતારી - નાંખ્યા છે તે એકાદ નારીના ઘમંડને નહીં સાંખી શકે?
મામાશ્રી ! તક ગઈ એ તે હવે પાછી ન આવે. રાઈના પહાડ રાતે -વહી ગયા. હવે એ પરરમણી અને તેમાં પણ અંગદેશના મહારાણું! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com