________________
રમણી તો એ જ
૫૯
વળી અંગદેશના સ્વામીને કન્યા આપનારા રજવાડાં કયાં ઓછા હતાં કે એકાદા–સામાન્ય કક્ષાના-ગરાસદારની દીકરી પસંદ કરી ? લગ્નકાર્ય પણ એટલું જલ્દીથી આપાયું કે પડોશી રાજ્યમાં એ પછી લગભગ છ મહિને એની જાણ થઈ.
તું જ કહે છે કે નવા રાણીએ રાજવીના જીવનમાં જબરે પલ્લે આપ્યો છે. જોકે એવું સાંભળીને ઉલ્ટા વધારે શંકાના વમળમાં અથડાય છે. એથી તે પડ્યા પાછળને શોક એક ફારસરૂપ બની જાય છે.
કહે છે કે રાણીમાં પણ ક્ષાત્રવૃત્તિ એટલી બધી જ છે કે એની સામે ભલ ભલા સરદાર પણ ધ્રુજી ઉઠે. રાજ્યના પ્રત્યેક કાર્યમાં રાણુની સલાહના એંધાણ હેાય છે જ. આ સર્વ સાચું છે કે કેમ ? એ જાણવા હું આવ્યો છું.
મામા ! એ બધું સાચું છે. એમાં મીનમેખ નથી જ. પણ એટલા. કારણે તમે આ સાહસ ન કરો. અમારે ત્યાં લોકવાયકા પર ઝાઝું વજન મૂકવામાં નથી આવતું. તમારા આગમન પાછળ અને રાણી સંબંધી આટલી જ કરી રહ્યા છે તેથી, જરૂર કંઈ ગુપ્ત હેતુ. તો છે જ.
અમારા નવા રાણું ભલે સામાન્ય ભાયાતના ઘરમાં જન્મ્યા હોય, ભલે એમની પાછળ વંશ પરંપરાની કુલીનતાના વાઘા ન સજાયા હોય, છતાં તે એક રમણી રત્ન છે. સૌન્દર્ય અને રૂપની નજરે એ કોઈ પણ નારીને ટક્કર મારે તેમ તે છે જ; પણ ગુણે અને તેમાં પણ ઝળહળતી ચરવીરતા અને ઉભરાઈ જતી ક્ષાત્રવૃત્તિ જોતાં, હર કાઇના ધન્યવાદ તેઓ તરફ સહજ વર્ષો જાય છે.
તમારી કૌશામ્બીના નગરની પુત્રી કહે કે અમારા ગ્રુપના રહસ્ય. મંત્રીની પત્નિ કહે, અગર રાણજીના ગામની પુત્રવધુ કહે; તેણીએ પોતાની ચકાઓ સામે રાણુ ધારિણીમાં જે વીરતા ભરેલી છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com