________________
રમણ તો એ જ
૫૭
લગભગ ત્રણ કલાક તો થશે જ. દર્શન, પૂજન–સ્તવન, ભક્તિ, તેમજ કેઈ સંત ઉદ્યાનમાં આવ્યા હશે તો તેમના ઉપદેશનું શ્રવણ કરશે. એ નહીં હોય તો ઉદ્યાનમાં થોડું ફરશે પણ ખરા જ. ચંપાપતિને ખાસ ચિંતા જેવું તો છે જ નહીં અને એમાં પણ આ નવા રાણીના સમાગમ પછી તો એવા આનંદ અને ઉત્સાહમાં મહાલે છે કે જાણે નવા અવતારે આવ્યા.
ઉતાવળ હોય તો મંદિરમાં જલ્દી જઈ પહોંચીએ, તો એ દર્શન કરતાં આપણી નજરે જરૂર ચઢી જશે.
ભાઈ, એમાં મજા ન આવે. બરાબર મુખ ન જોવાય. અન્યની દૃષ્ટિમાં આપણે અવિવેકી ગણાઈએ.
ફિકર નહીં, ત્રણ કલાક ગાળવાને રસ્તે કહાડીશું, જે હેતુઓ આવ્યો છું તે સિદ્ધ કર્યા વિના પાછા નથી કરવું. તારા ધ્યાનમાં કઈ નજીકનું સ્થાન હોય તે બતાવ. ત્યાં જઈ નિરાંતે થોડી વાત કરીશું એટલે સમય પસાર થઈ જશે.
મામા ! આ ઉદ્યાનના મુખ્ય દરવાજાની બરાબર સામે જે આંબા વોડીયું છે એ અનુકૂળ સ્થાન છે. અત્યારે અહીં ધમાલ રહેતી હોવાથી ત્યાં કોઈ ચલિયું પણ ફરકવાનું નહિ. વળી આપણું નજર પણ સામીજ રહેશે.
હા, હા, એ ઠીક છે ચાલે એ તરફ. આંબાવાડીયામાં પગ મૂકતાં જ નાયક બોલી ઉઠશે.
અહા! અહીં તે અપૂર્વ શાંતિ પ્રસરેલી છે, નિરવતા પણ પ્રશંસનીય. કહેરીક! ચંપાનગરી રિદ્ધિ સિદ્ધિમાં અને ફળદ્રુપતામાં કૌશામ્બીને ટપી જાય તેવી છે. અંગ દેશ સાચે જ સમૃદ્ધ છે.
મામુ ! મારી જન્મભેમના વર્ણન કરવાનું કામ કાઈ કવિ, કે લેખકના શીરે સેપી, મૂળ વાત ઉપર આવે. એકાંત છે એ સાચું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com