________________
૫૬ .
સતી શિરામણી ચંદનબાળા કંડરીક–ભાઈ, સ્વાર્થ વિના મુસાફરીના કષ્ટ વેઠવાનું અને શત્રુ ગણુતા રાજવીના મુલકમાં પગલાં માંડવાનું જોખમ કાણુ એડે ?
એમાં પણ તારા મામા તે પૂરા વિચાર વિના ડગલું ભરેજ નહિ, સાથીદારની વાત ઉચકી લેતા નાયકે ચલાવ્યું–
કરણ! તારાથી કંઈ વાત છૂપાવવાનું જરા પણ પ્રયોજન છે જ નહિ. અવકાશે એ બધું હું જણાવીશ. ગાડીમાં હમણા જે દંપતી ગયા તેની વાત પણ બાજુએ રાખ. કૌશામ્બીમાં એમના લગ્ન થયા છે અને થોડા સમય પૂર્વે એ મહાશય સાસરીમાં આવી પણ ગયા છે. ચહેરે જોતાં જ મને પરખ આવી ગઈ છે. મૂળ વાત જે છે તે એ છે કે તારા રાણીજીને આવતાં કેટલો વિલંબ થશે ?
એ સીધા મંદિરમાં જાય છે કે ઉલ્લાનમાં ફરવાનું કાર્ય પણ કરે છે ? અહીં કેટલો વખત ગાળે છે? સાથમાં રાજવી હોય છે કે એકલા આવે છે?
મામુ ! મને લાગે છે કે તમે કોઈ વિચારમાં તદાકાર બન્યા જણાઓ છે. તમે જે પ્રશ્ન પરંપરા જન્માવી એની જરૂર જ ક્યાં છે? આવતા વેંત મેં કહી તો દીધું કે આપણે જરા મેડા પડયા. રાજા–રાણું અંગ રક્ષકની ટુકડી સહિત ઉધાનમાં પહોંચી પણ ગયા. જે ગાડી આપણે જોઇ એ રાજવીના રહસ્ય મંત્રી અને અંગત મિત્ર જેવા યશપાળની હતી. સંરક્ષક ટુકડીની પાછળ એ રહે છે. મંત્રીના પત્નિ, તમારા કથન મુજબ કૌશામ્બીના શેઠની દીકરી, નવા રાણજીના ખાસ સહિયર છે. લગ્નને વેગ મેળવી દેવામાં ઉભયે જબરે ભાગ ભજવ્યો છે. એમના સંગીન પ્રયાસ ન હોત તો અમારા રાજન લગ્ન કરતે જ નહીં ને!
ભાણા! તારી વાત સાંભળતાં મારી સાંકળની અકડા મળવા લાગ્યા છે. મને એ કહે કે રાણી નજરે હવે કયારે ૫ડશે! '': Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com