________________
પ્રકરણ ૭ મું રમણી તો એ જ
વડીલ: આપણે સહેજ મેડા થયા. સામે દેખાય છે એ રમણીય દેવમંદિર છે. એને ફરતું વિવિધ પ્રકારના કુલ–ફળના વૃક્ષોથી ભરચક બનેલું, મીઠી સુવાસ અને શીળી છાયા આપતું મને હર ઉધાન છે. હમણું આપણ નજર આગળથી જે ગાડી પસાર થઈ એમાં બેઠેલ દંપતીએ જ અમારા રાજવીના આ બીજા લગ્નમાં મુખ્ય ભાગ ભજવ્યો છે.
એ સાંભળતાં જ વાત કરતી ત્રિપુટીમાં જેની ઊંચાઈ અધિક હતી અને જેનો પહેરવેશ એકાદા રાજ્યના નાયક સરખો હતો એ પોતાના સાથીદારને ઉદેશીને બોલી ઉઠયા –
કંડરીક! આપણે ફેર ફોગટ નહીં જાય. કૌશામ્બીમાં જે સમાચાર આપણા કણે અચાયા છે એ સાવ નિર્મૂળ નથી જ.
હં, માથું? ત્યારે આ કર્ણસિંહને-ભાણિઆને માત્ર મળવા અહીં ચંપામાં નથી પધાર્યા?એ પાછળ બીજે પણ કંઈ ગુપ્ત હેતુ હમે આવ્યા લાગો છો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com