________________
૫૮
સતી શિરેમી ચંદનબાળા. પણુ, “ભીંતને પણ કાન હોય છે” એ જન ઉક્તિ સાવ વિસારી ન દેતા. ખપ પૂરતું બોલવામાં જ લાભ છે. પોતાની ફરજ અદા કરવામાં જ સનિક–જીવનની શોભા છે. એમાં પણ તમે રહ્યા નાયક યાને. સરદાર. તમારે ધર્મ શબ્દો તોલીને બેલવાને.
કરણ! તારી વાત સો એ સો ટકા સાચી છે. કેઈ કોઈવાર હું ઉતાવળમાં એ વીસરી જાઉં છું. અમારા આગમનનું કારણ હું ટૂંકમાં જણાવું–
દધિવાહન અને શતાનિક સાદ્ધ થાય છે તે ઉઘાડી વાત છે. જ્યારથી પદ્માવતી ગુમ થયાના સમાચાર કૌશામ્બીમાં આવ્યા, ત્યારથી એની બહેન મૃગાવતીના મનમાં કોઈ જુદી જ શંકાએ ઘર કર્યું છે. ઉભય રાજ્ય વચ્ચે મેળ તો નથી જ. એમાં આ બનાવે બળતામાં ઘી. હેમવાની ગરજ સારી છે. રાજા–રાણું પાછળ પ્રજાએ પણ મન. ગમતાં અનુમાને એ પાછળ વહેતાં કર્યા છે.
મામા ! એ વાત તો જૂની થઈ ગઈ. વળી સાચી હકીકત તમારા રાણીને કાને નાંખવા સારૂં તે અમારા પેલા યશપાળ ત્યાં આવી પણ ગયા. તમો કૌશામ્બી વાળા પણ અજબ છે. અન્ય કંઈ કામ નહી જડતું હોય, તે વિના આવી પારકી પંચાતમાં સમય ગાળે ખરા?
કરણ! ઉતાવળો ન થા. તમારા મંત્રી આવી ગયા એટલે તો અથડામણ થવાના દિન દૂર ઠેલાયાં.
એક પત્નિના હિમાયતી અને વધુ રાણુઓના અંતઃપુર રાખનારા અન્ય રાજવીઓની ટીકા કરનાર, તમારા ભૂપ દધિવાહન એકાએક કેમ પાણીમાં બેસી ગયા ! શા સારૂ જલ્દીથી પરણું બેઠા? શોધખેાળને અંત આવી ગયે? પદ્માવતીને પત્તો નહીં જ મળે એવી પ્રતિતી થઇ ગઈ? પ્રજાના માનસમાં આ નિમિત્તે શંકા કુશંકાઓ જન્મે એ
સહજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com