________________
૪૫
ધારિણીનું સ્વપ્ન "
એટલા સારૂ તો અહીંથી પ્રયાણ સવર કરવાનો નિશ્ચય થઈ ગયો છે. આજે તમે શોધતા ન આવ્યા હતે, તે મારે તમને મળવા તમારી ગઢીને પગથી ઠેકવા પડત.
સખી, વાતના આંકડા બરાબર સંધાઈ ગયા. નેધ વાંચતાં જ મારા મનમાં ઉદ્દભવેલું કે પદ્માવતીનું ગુમ થવું એક ગહન કોયડા રૂપ છે; છતાં એમાં ભૂપ દધિવાહનની જરા પણ કસુર નથી.
ભ્રમર જેવું સ્વછંદી જીવન જીવતા અને પરાગ રસ લૂંટવા સારૂ અહીં તહીં ભટકતા અસ્થિર મનના રાજાઓમાં તમારા ચંપાપતિની દતા પ્રશંસાપાત્ર છે. અડગ વૃત્તિના ભૂપાળ તરિકે એ જુદા પડી આવે છે અને તેથી એમનું સ્થાન અજોડ છે. હરકોઈ સમજુને તેમના પ્રતિ માન છૂટે તેમ છે.
હરકેઈની વાત બાજુ પર રાખો. કુંવરી ! તમને એમનું વર્તન વુિં જણાય છે. તમે કેવી નજરે નિહાળા છો * એમાં મારા મતને શી કિંમત છે, ભાભી? હું તો એમની આ: વૃત્તિને કુલડે વધાવું છું. આવો સ્વામી પદ્માવતી જેવી કે સતી સુંદરીના ભાગ્યમાં જ હોય!
અરે ઠીક કહ્યું, પાવતી જેવી કે ખોટ પૂરનાર રમણ શોધી આપને ! કુંવરીબા? સ્વામીના શિરે આવેલ એ જવાબદારીને ઉકેલ મારે કરવાને છે.
હં, હું, ત્યારે તો ભાભી, તમે પણ મારા ભાઈની માફક રાજ્ય અંગેની ખાસ ફરજના સંદેશવાહક થયા છે !
ક્ષત્રિયવટ ભલેને દાખવી ન શકાય, પણ તેથી શરવીરતાની પિછાન ન કરી શકાય એવું કેણે કહ્યું કે રાણની જગ્યા સાચવે એવી લલના મેં તે શોધી પણ રાખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com