________________
સતી શિરોમણી ચંદનબાળા અસ્થિરતા વધી પડી. રાજકાજમાં ચિત્ત એટલું જ નહીં. ઘણે ખરો સમય તે એકાંતમાં ગાળતા અને સદા ગમગીન રહેતા. આસપાસના પ્રદેશમાં આની માઠી અસર થવા માંડી. ખંડીયા ભાયાતોમાંના કેઈ આ તકને લાભ લેવા તૈયાર પણ થયા.
પડોશની કૌશામ્બીમાં તો આ બનાવ અંગે જાત જાતની ગુલ અંગે દિ' ઉગ્યે ઉડવા લાગી. એ પાછળ મન ગમતા વળ ચઢવા લાગ્યા. સગપણના નાતે સાટુ થયેલા, છતાં શતાનિક અને દધિવાહન વચ્ચે ખટરાગ તો વર્ષો જૂને ચાલુ હતે. એમાં પદ્માવતી વાળા બનાવે ઉમેરો કર્યો. મૃગાવતી જેવી દક્ષ રાણીને પણ પોતાની ભગિનીના આ અદશ્ય થવાના બનાવમાં કંઈ જુદી જ ગંધ આવી. ચંપાપતિના નામે શંકા-કુશંકા અને આક્ષેપોની હવાઈઓ છૂટી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com