________________
પ્રકરણ ૫ મું ધારિણીનું સ્વપ્ન
ગંગા ભાભી ! આમ હજુ કયાં સુધી ચાલ્યા કરવું છે? કાં, કુંવરીબા ! આટલામાં જ થાકી ગયાં?
અરે ! થાકવાની વાત કેવી! ક્ષત્રિય બાળાને શસ્ત્ર વાપરવાનો જેમ કંટાળો નથી, તેમ ચાલવા કે દેડવામાં થાક નથી જ,
તે પછી! આમ ઉતાવળા કેમ થયા?
ભાભી, અધુરી વાત જાણી લેવાની તાલાવેલી લાગી છે. કુંવરીબા, તમારી ઈચ્છા સંતોષવા ખાતર તે આ એકાંત પ્રદેશ પસંદ કર્યો છે.
જુવો, આ સામે દેખાતું–સ્વસ્તિકની નિશાનીવાળી સ્વાથી શેભતું જે શિખરબંધી દેવાલય દેખાય છે એ સૃષ્ટિની આદિમાં થયેલા–એ વેળાના માનવીઓને નીતિ-ધર્મના પાઠ પઢાવી સાચી માનવતા શિખવાડી, જીવન પ્રમાણિકપણે ગાળવાનું દર્શાવનાર–પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવનું છે. એમાં પ્રભુની મેટી મૂર્તિ વિરાજમાન છે. અમારા જેન ધર્મના સાહિત્ય મુજબ ચાલુ કાળ યાને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com