________________
R
સતી શિરામણ ચંદનબાળા અવસર્પિણી કાળના ત્રીજા આરામાં તેમનો જન્મ ભારતવર્ષની અયોધ્યા નગરીમાં થયો હતો. માતાનું નામ મરૂદેવા અને પિતાનું નામ નાભિરાજ હતું. તેમને ભરત બાહુબલિ આદિ સો પુત્રો અને બ્રાહ્મી સુંદરી નામા બે પુત્રીઓ હતી. તેમની બે પત્નિએ નામે સુમંગલા અને સુનંદા હતી. જીવનના પ્રાંત ભાગે રાજ્ય, વૈભવ અને સંસારની સર્વ માયા, સાપ કાંચલી ઉતારી નાખે તેમ છેડી દઈ, જ્ઞાનપ્રાપ્તિ અર્થે તેઓશ્રી નીકળી પડેલાતીવ્ર તપશ્ચર્યા દ્વારા કર્મ સમૂહને બાળી નાંખી અપૂર્વ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. એ રીતે આત્મસાક્ષાત્કાર કરનાર અને જનસમૂહના ઉદ્ધારક એ પ્રથમ દેવ છે.
ભાભી, હું તો બહુ લંબાણ કર્યું ! હું કંઈ હારી માફક ચંપાવાસી નથી. આ ગામમાં વસનારી હું આ પ્રાસાદમાં પ્રતિષ્ઠિત દેવ સંબંધમાં સાવ અભિજ્ઞ હઈશ એમ તું માને છે ? અમારા કુળમાં શૈવમતની માન્યતા છે છતાં દરેક ધર્મને માન આપવાની રસમ પણ છે જ. અહીં ભરાતા મેળામાં હું આવેલી છું. એટલું જ નહીં પણ મેં ભગવંત મૂર્તિની ચંદનપૂજા પણ કરી છે.
હું, ત્યારે મારું આ વર્ણન તો મા આગળ મોસાળ જેવું જ લેખાય. તમારી આગળ ચંપાનું વર્ણન કરૂં તે નવું ગણાય. અલી બન, મારે ચંપાનું શું કામ છે?
એ તે તમારી વાત પરથી જ સમજાય છે. પણ મને એની કંઈ ઉતાવળ નથી.
ભાભી, કયાં બેસવું છે? પેલી દિશાને કુંવાકાંઠે જેમ મારાથી અજાણ્યો નહોતો તેમ આ બાજુનો સરિતાતટ પણ અજાણ્યો નથીજ. પ્રાસાદના પાછલા ભાગમાં બગિચે છે અને એની હેઠળ નદીના પાણી મંદમંદ વહે છે. ઉપરના પગથારે ગોઠવેલાં વિરામાસન પર બેસી સામેનું દૃશ્ય નિરખવાની મોજ અનોખી છે. એ આનંદથી હું તે વંચિત નથી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com