________________
૩૮.
સતી શિરામણ ચંદનબાળા નિરખી સાથમાં રાણીજીને ન જોતાં દીર્ધ દષ્ટિ મહામંત્રીના હદયમાં શંકાના વમળો ઉઠવાં શરૂ થયાં. અને નૃપતિએ આવી, દુભાતા હદયે સર્વ વ્યતિકર કહી બતાવ્યો ત્યારે માત્ર મહા અમાત્યને જ નહીં પણ હાજર રહેલા સર્વને ભારી દુ:ખ થયું. વૃત્તાંત પાછળના તાણું: વાણું મેળવતાં એના મનમાં એક જ છાપ પડી કે હાથીની આ ઘેલછા પાછળ કેઈ અદશ્ય શક્તિને દેરી સંચાર છે અને તેથી જ રાણું પદ્યાવતીના દર્શન પુનઃસુલભ નથી જણાતા.
સૌ એકાએક બેલી ઉઠ્યા.
મહારાજ ! સંકટ તો ભારી આવી પડયું છે. સુદ ને સુશીલ રાણુજીનો વિરહ જરૂર શલ્યની પીડા આપે તેવો છે, છતાં જે બન્યું છે એને તાળો મેળવતાં તેમના જીવને હાની પહોંચે તેવું કંઈ થવાને સંભવ નથી. પૂર્વ ભવના વૈરી કોઈ દેવ કે વિદ્યાધરનું આ કાર્ય છે. બન્યું તે ન બન્યું થનાર નથી. હવે તો હિંમત રાખી ચારે દિશામાં ખાસ કરી હાથી જે દિશામાં ગયો છે એમાં આવતી કાલ સવારથી જ શીઘગામી અશ્વારોહીઓ અને બારીકાઈથી અવલોકન કરનારાચરેને રવાના કરો. એ પ્રાણ રાત્રિના કલાકોમાં કેટલું દૂર જવાનું છે? આપ નિશ્ચિંત બની આરામ .
સૌ વિખરાયા અને રાજવીએ પણ ધૈર્ય ધારણ કર્યું. પ્રેયસીના વિરહે–પદ્માવતી જેવી ગુણવંતી સહચરીના અભાવે ચંપાપતિની રાત
સ્વી વિષાદમય વીતી હતી એ તો બીજા દિવસના પ્રાતઃકાલે તેમને ચહેરો જોતાં હરકેઈને સમજાય તેવું હતું. મહામંત્રીએ સેનાનાયક જોડે મસલત ચલાવી વહેલી સવારમાં જ માણસે દેડાવ્યા હતા. સાથે દિન સૌ કોઈની નજર એમના આગમન પ્રતિ ખેંચાઈ રહી હતી.. પણ સંધ્યાકાળ પર્યત કેઈના પણ પગલાં ન સંભળાતાં રાજવીની નિરાશા અતિશય વધી પડી. ત્યાં એકાએક ગઢના નાકે ઘોડાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com