________________
૩૭
પ્રેયસીને વિરહ મહાવતને બેભાન પડેલે જોયો એટલે એને નગરમાં પહોંચાડવાને પ્રબંધ કરી આ તરફ દોડતા આવ્યા છીએ.
નાયક, આ દેવની ક્રુર મશ્કરી છે. આનંદ-પ્રમોદ અર્થે ગોઠવેલ પ્રસંગને આ કરૂણ અંજામ આવશે એ સ્વપ્ન પણ ખ્યાલ ન હતો, એમ કરી બનેલી હકીકત ટૂંકમાં કહી સંભળાવી.
પ્રાંતભાગે નિસાસાપૂર્વક દુઃખી હૃદયે જણાવ્યું કે પ્રાણવલ્લભા પદ્માને એ ગાંડે હાથી કયાં લઈ જશે, ક્યા મુલકમાં કે કશે અથવા તો એની પીઠ પરજ બિચારીને રામ રમી જશે એ કલ્પના કરતાં પણ ઘજી જવાય છે.
મહારાજ ! હિંમત હારવાની જરૂર નથી. સંધ્યાના ઓળા પથરાઈ રહ્યા છે. આપને આરામની જરૂર છે એટલે જલ્દી નગરમાં પાછા ફરવું જોઈએ. હાથીની ઘેલછા પાછળ મને તે કોઈ દેવી શકિતને હાથ જણાય છે. એ સબંધમાં મહા અમાત્ય સાથે વિચારણા કરી, આવતી કાલના પ્રાત:કાળથી રાણીમાતાની શોધ. - સારૂ ઉપાયો હાથ ધરવાના. “ પુરુષાર્થને કંઈજ અશકય નથી.” રાત્રિના થોડા કલાકોમાં એ પ્રાણી કેટલી ધરતી ખૂંદી વળશે?
નાયક ! મને પણ હારી વાતમાં તથ્ય જણાય છે. દેવમાયા વિના હાથમાં આવું બળ ન સંભવે. હું પ્રેયસીની સાથમાં હોત તો ઠીક થઈ પડત. એવી ચિંતા હદય કરે છે.
રાજવી, સંરક્ષક ટુકડી સહિત ચંપામાં પાછા ફર્યા ત્યારે નિશાદેવીના આગમનની ભેરી બજી રહી હતી. દેવમંદિરમાં સંધ્યાકાળની આરતીના ઘંટાના વાગી રહ્યા હતા. દરબારગઢમાં મહા અમાત્ય, પ્રધાન, સેનાપતિ આદિ અધિકારી વર્ગ મહારાજના આગમનની રાહ ચાતક નયને જોઈ રહ્યો હતો.
હસ્તપીઠને બદલે એકાદ સામાન્ય અશ્વ ઉપર બેસી ભૂપને આવતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com