________________
સતી શિરામણ ચંદનબાળા વડવાઈ હેઠળ આવતાંજ દધિવાહને તે ધાર્યો ઉપાય અજમાવ્યો અને એક ડાળીને જોરથી લટકી પડ્યો, પણ પદ્માવતી તેમ ન કરી શકી. પ્રયત્ન કરવા છતાં, ભવિતવ્યતાના કારણે કહે કે સગર્ભાવસ્થાને લઈને કહે, ગમે તે હે પણ તેણના હાથ વડવાઈને ન પહોંચ્યા. દેડતા હાથીની પીઠ પર એ એકાકી ક્ષિતિજમાં દેખાતી અદશ્ય થઈ. ઉપર આભ અને હેઠળ ધરતી. ભર જંગલ અને રાની પશુઓની ભીષણ રાડો વચ્ચે એકલી અટુલી–જેને એકાકી પગ સરખો ધરતી પર મૂક્યો નથી અને રાજમહાલયની બહારની દુનિયા જોઈ નથી એવીપ્રદેશમાં ખેંચાઈ રહી. નેહગ્રંથીથી ગંઠાયેલ અને એક બીજાના અજાણ્યા પ્રેમમાં આકંઠ બૂડેલ રાજારાણું કલ્પનામાં ઉતરે નહીં એવા સંગમાં વિખૂટા પડયા. વિધાતાએ જોતજોતામાં તેમના સુખમાં આગ લગાડી દીધી.
પિલ હજીયા' એ વચન ટંકશાળી ગણાય છે તે આવી . શક્તિને કારણે જ. - દષ્ટિમર્યાદા બહાર થત પ્રેયસીને જોયા છતાં ભૂપ દધિવાહન કઈજ કરી શકે નહીં. વૃક્ષને આશ્રય લઈ એ ધરતી ઉપર ઉતરી આવ્યો. પણ આજના બનાવે અને પ્રગટેલી નિરાશાએ એના હદય પર એવો . તે કબજે કર્યો હતો કે કેટલાક સમય પર્યત એ ઝાડ હેઠળ બેભાન દશામાં પડી રહ્યો. સંરક્ષક ટુકડીના નાયકે આવી, પ્રણામ કરી, રાણીમાતા અંગે પ્રશ્ન કર્યો ત્યારે જ જાણે લાંબી ઊંધમાંથી એકાએક જગૃત થતો હોય એમ એ ઝબકી ઉઠયો!-માંડ બે
સર્વનાશ !
અરે મહારાજ ! શું થયું એતો કહે. હતાશ ન બને. રાણજી કયાં ગયા? અને ગાંડા હાથીનું શું થયું ? અમો આવી ગયા છીએ
તે સત્વર, કહી નાંખો કે જેથી તપાસ આરંભાય. માર્ગે અમે માત્ર : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com