________________
પ્રકરણ ૪ થું પ્રેયસીના વિરહ
અરણ્યના માર્ગે ગજરાજે ગતિનો વેગ અતિશય વધારી દીધો, જાણે એ ધરતી પર નથી દડતો પણ આકાશમાં ઉડી રહ્યો છે એમ જ લાગે. પાછળ આવતી અશ્વારોહી સંરક્ષક દળની ટુકડી એ વેગ સાથે હરિફાઈ ન કરી શકી. આ રીતે રાજવી અને સિનિકે વચ્ચે અંતર બહુ જ વધી ગયું. આનંદ માણવાનો ઉલ્લાસ એાસરી ગયો. કોઈ પણ રીતે આ
s ; ગાંડા બનેલ હાથીને કાબૂમાં લેવાના વિચારમાં રાજવીનું મન રોકાઈ પડ્યું. મહાવતના પ્રયત્નો એક પછી એક નિષ્ફળ જવા લાગ્યા. જાણે રોજ વફાદારીથી વર્તતે આ ગજરાજ બદલાઈ જ ન ગયો હોય ! એને પણ કંઈક ગુસ્સો આવ્યો અને અંકુશનો ઉપયોગ જેરપૂર્વક કર્યો.
પણ એથી તો બળતામાં ઘી હોમવા જેવું પરિણામ આવ્યું. એ મદેન્મત પ્રાણુ વધુ સતે જ બની એવું તે ઉછાળે મારતું દેવું કે પીઠ પરથી મહાવત ગબડી નીચે પડી ગયું. હાદામાં બેઠેલા રાજા રાણું પણ ધ્રુજી ઉઠયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com