________________
સતી શિમણું ચંદનબાળા સાંભળી આનંદ-પ્રમોદથી નાચી ઉઠી. ભાવિ વારસના મુખદર્શનને પ્રસંગ હવે હાથવેંતમાં છે એ જાણી ખુશાલીમાં ગરકાવ બની.
. જ્ઞાની ભગવંત સિવાય કારણ જાણી શકે કે આ પાછળ દેવની કેઈ અનેખી લીલા વિસ્તરવા માંડી હતી, દધિવાહન ભૂપ સામે કઈ અગમ્ય સંકટના આગમનની આગાહી થઈ રહી હતી. પ્રાકૃત માનવને એ જ્ઞાન નથી એ પણ ઠીક છે.
મહિના વૃદ્ધિ સાથે રાણીને દેહલા ઉત્પન્ન થવા માંડ્યા. ગર્ભમાં આવનાર છવ પુન્યશાળી હોય છે તો માતાને સારાં કાર્યો કરવાના વિચારો ઉદ્ભવે છે–ભાવનાઓ જાગે છે. એથી ઉલટું, ઉત્પન્ન થનાર
ખ્ય હીન પુનીયો હોય છે તો માતાના વિચાર પણ એને લઈ વિચિત્ર વલણ લે છે. સુંદર દેહલા ગર્ભાવસ્થામાં ઉત્પન્ન ત્યારે જ થાય છે કે
જ્યારે ભાગ્યની અધિકાદથી કાઈ પુન્યશાળી જીવ ગર્ભમાં આવે છે. વર્તમાનકાળમાં ગર્ભવતી સ્ત્રીઓને ઉત્તમ પ્રકારના ભાવો નથી ઉદ્ભવતા એજ પંચમકાળના છેવોની પુન્યાઇ કેટલી ઓછી છે એ બતાવે છે.
જ્ઞાની પુરૂષાનું કથન છે કે કોઈ પણ જાતના પરિચય વિના માત્ર પ્રથમ દર્શને જ જે વ્યક્તિને જોતાં નેહ ઉપજે તો એની સાથે પૂર્વભવનો રાગ છે એમ માનવું અને તિરસ્કાર ઉપજે તે સમજવું કે પૂર્વભવનો હેપ છે. કર્મોની ગતિ ગહન છે. પુત્ર તરિકે કુક્ષિમાં આવનાર કટ્ટર શત્રુ તરિકેને ભાગ ભજવે છે. કંસ અને કૃણિકના દષ્ટાંત એ માટે જીવતા જાગતાં છે. કીર્તિ વધારનાર પુત્ર તરિકે અભયકુમારનો દાખલે મેજુદ છે. ગર્ભમાં આવતાં જ માતુશ્રી નંદાને સર્વત્ર જીવદયા ફેલાવવાનો મનોરથ થયા હતા. દેહલા એક પ્રકારના ઉત્પન્ન થનાર આત્માના લક્ષણ સૂચક સંકેત જ છે. '
પદ્માવતીના ઉદરમાં આવનાર આત્મા પ્રબળ પુન્યશાળી હતો. સંસ્કારી માબાપના આચારની છાયા એમાં ઊતરી હતી. એના જેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com