SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું પ્રેયસીના વિરહ અરણ્યના માર્ગે ગજરાજે ગતિનો વેગ અતિશય વધારી દીધો, જાણે એ ધરતી પર નથી દડતો પણ આકાશમાં ઉડી રહ્યો છે એમ જ લાગે. પાછળ આવતી અશ્વારોહી સંરક્ષક દળની ટુકડી એ વેગ સાથે હરિફાઈ ન કરી શકી. આ રીતે રાજવી અને સિનિકે વચ્ચે અંતર બહુ જ વધી ગયું. આનંદ માણવાનો ઉલ્લાસ એાસરી ગયો. કોઈ પણ રીતે આ s ; ગાંડા બનેલ હાથીને કાબૂમાં લેવાના વિચારમાં રાજવીનું મન રોકાઈ પડ્યું. મહાવતના પ્રયત્નો એક પછી એક નિષ્ફળ જવા લાગ્યા. જાણે રોજ વફાદારીથી વર્તતે આ ગજરાજ બદલાઈ જ ન ગયો હોય ! એને પણ કંઈક ગુસ્સો આવ્યો અને અંકુશનો ઉપયોગ જેરપૂર્વક કર્યો. પણ એથી તો બળતામાં ઘી હોમવા જેવું પરિણામ આવ્યું. એ મદેન્મત પ્રાણુ વધુ સતે જ બની એવું તે ઉછાળે મારતું દેવું કે પીઠ પરથી મહાવત ગબડી નીચે પડી ગયું. હાદામાં બેઠેલા રાજા રાણું પણ ધ્રુજી ઉઠયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy