________________
પદ્માવતીનો સહવાસ
૩૩ પદ્માવતીને મેટા ઉત્સવપૂર્વક પ્રભુપૂજન કરવાના, દીન દુઃખને ઉધરવાના–વિપુલ પ્રમાણમાં દાન દેવાના મનોરથ ઉપજતા. રાજવી એ પૂરવામાં જરાપણ ઉણપ ન દાખવતો કે વિલંબ ન થવા દેતો.
એકદા રાણુને વિચાર ઉભો કે પોતે હાથીની અંબાડીમાં બેસે. જેમાં પતિદેવ બેસે. પાછળ અનુચર ઉભી અમારા મસ્તકે છત્ર ધરી રાખે અને એ રીતે નગરના ધોરી માર્ગે થઈ, ઉદ્યાનમાં જઈએ. એ વેળા હું બે હાથે છુટથી દાન દેતી દેતી સૌ કેઈનું દુઃખ હરે.
ભૂપતિએ આ વિચાર જાણતાં જ સર્વ પ્રકારની તૈયારી કરાવી. મુકરર કરેલા ળેિ ગણત્રીના રક્ષકો સાથે દંપતી ગજ ઉપર બેસી નીકળ્યાં. ચંપાપુરીના રાજમા થઈ લોકોની સલામો ઝીલતાં– જાતજાતના જયજયકાર સાંભળતાં આગળ વધ્યા. સોનારૂપાના સિક્કાના દાનથી દીન દુઃખીના દુઃખ ટળ્યાં અને મૂક આશીર્વાદ મળ્યાઉભયના આનંન્ને સીમા ન રહી.
હાથી નગરનો દરવાજો વટાવી ઉદ્યાનની દિશામાં વળ્યો. છેડે જતાં એકાએક તેનામાં ગાંડપણ આવ્યું. ઉન્માદથી એકધારો દોડવા લાગ્યો. ઉદ્યાન બાજુ પર રહ્યું અને એ વનના માર્ગે વળે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com